પ્રેરણાકાર્ય:મહેસાણા સિવિલ હોસ્પિટલના તબીબને મળેલા કોરોના મહેનતાણામાંથી 100 ધાબળા ખરીદી શ્રમયોગીઓને આપ્યા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલના ડો. કમલેશ ઇટાદરીયાએ ~ 25હજારના ધાબળા ખરીદ્યા

મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા તબીબની અનોખી દિલેરી જોવા મળી છે. કોરોનાની બીજી લહેરમાં કામગીરી દરમિયાન મળેલા વધારાના મહેનતાણામાંથી તબીબે 100 ધાબળા ખરીદીને કોરોનામાં સારી કામગીરી કરનાર સિવિલનાં વર્ગ-4 ના કર્મીઓ અને સફાઈ કામદારોને ભેટ આપ્યા હતા. ટ્રોમા સેન્ટરના ડો.કમલેશ ઈટાદરીયાને બીજી લહેર સમયે કામગીરી દરમિયાન સરકાર તરફથી રૂપિયા 25 હજાર મહેનતાણું મળ્યુ હતુ.

તબીબે આ રકમ ઘેર લઈ જવાના બદલે સારા કામમાં વાપરવાનો નિર્ણય કર્યો હતો. તેથી તેઓએ રૂપિયા 25 હજારમાં 100 ધાબળાની ખરીદી કરીને સિવિલ હોસ્પિટલમાં બીજી લહેર સમયે સારી કામગીરી કરનાર વર્ગ-4 ના કર્મચારીઓ અને સફાઈ કામદારોને ભેટ આપીને સન્માનિત કર્યા હતા. સિવિલ હોસ્પિટલના તબીબની સેવાકીય કામગીરીથી કર્મચારીઓ અને અધિકારીઓ પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...