માગણી:મહેસાણા સિટીબસના નવા સ્ટોપેજ અને રૂટ લંબાવવા 5 રજૂઆતો મળી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિટીની આગામી બેઠકમાં શક્યતા ચકાસ્યા બાદ નિર્ણય લેવાશે

મહેસાણા શહેરમાં સિટીબસ ચાલુ થયા પછી વિવિધ વિસ્તારમાં સ્ટોપેજ અને રૂટ લંબાવવા સહિતની માંગણીઓ નગરપાલિકાને મળી રહી છે. અત્યાર સુધીમાં બે વિસ્તારમાં સ્ટોપેજ માટે, બે વિસ્તારમાં રૂટ લંબાવવા અને એક રૂટ સરક્યુલરના બદલે સ્ટેટ રૂટ કરવા માગણી આવી છે. જે અંગે કમિટીની આગામી બેઠકમાં શક્યતાઓની ચકાસણી બાદ નિર્ણય લેવાશે.

દરમિયાન, શહેરમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી સિટીબસ સેવા છે. જેમાં 6 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધીમાં કુલ 1,35,413 મહિલાએ મુસાફરીનો લાભ લીધો છે. ઉપરાંત, 375 જેટલા દિવ્યાંગોએ પણ સિટીબસની મુસાફરી કરી છે. જ્યારે ટિકિટથી આ 34 દિવસમાં 19 હજાર જેટલા પુરુષ મુસાફરો, 750થી વધુ સિનિયર સિટીઝન અને 1100થી વધુ વિદ્યાર્થીઓએ મુસાફરી કરી છે. આમ, 34 દિવસમાં કુલ મળીને 1.51 લાખથી વધુ મુસાફરોએ સિટીબસમાં સવારી કરી છે.

4 નગરસેવકો દ્વારા કરાયેલી રજૂઆતો

  • રૂટ નં.8ની સિટીબસ રામોસણા સુધી જાય છે, જેનો રૂટ સેન્ટ ઝેવિયર્સ સુધી લંબાવવા વિસ્તારના નગરસેવક ર્ડા. મિહીર પટેલે રજૂઆત કરી છે.
  • વોર્ડ નં.2માં જય ચામુંડા ચોકડી વિસ્તારમાં ઘણી સોસાયટીઓ હોઇ જય ચામુંડા ચોકડી સિટીબસ સ્ટોપેજ આપવા નગરસેવિકા પુષ્પાબેન પરમારે રજૂઆત કરી છે.
  • રૂટ નં.6 સિટીબસનો સરક્યુલર રૂટ છે, તેને સીધા (સ્ટેટ) રૂટમાં ફેરવવા નગરસેવિકા પ્રેમિલાબેન સેજલીયાએ માંગણી કરી છે.
  • અભિનવ બંગ્લોઝના રહીશોએ રૂટ નં.8ની પાલાવાસણા જતી સિટીબસનું વાઇડ એન્ગલ સ્ટોપેજ આપવા માંગ કરી છે.
  • વોર્ડ નં.10માં કસ્બાથી શોભાસણ રોડ પર સિટીબસ ફાળવવા નગરસેવક સલીમભાઇ વોરાએ રજૂઆત કરી છે.
અન્ય સમાચારો પણ છે...