તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારણા:મહેસાણા શહેરમાં 15 જુલાઈથી સિનેમાઘર શરૂ કરવાની તૈયારી, નવી ફિલ્મોના અભાવે થિએટર શરૂ થવામાં વિલંબ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે સિનેમાઘર માલિકોને લાખો રૂપિયાનું નુકસાન

કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશ અને રાજ્ય માં વિવિધ ધંધા રોજગાર બંધ કરવાની ફરજ પડી હતી જેમાં અનેક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ને મોટા નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં મનોરંજન ના વ્યવસાય સાથે સંકળાયેલા થિયેટરો ને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહેસાણા શહેર માં કોરોના મહામારી ના વર્ષે થી લોકો ની વધું ભીડ એકત્રિત થતી હોય તેવા સિનેમા હોલ સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માં બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં મહેસાણા શહેર માં આવેલા બે સિનેમાગૃહો ને પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

મહેસાણા શહેર માં આવેલા વાઇડ એન્ગલ થિયેટર માં કોરોના મહામારી દરમિયાન દોઢ વર્ષે થી પ્રત્યેક મહિને રૂ 1.5 લાખ જેટલો ખર્ચ વેઠવાનો વારો આવ્યો હતો વાઇડ એન્ગલ સિનેમા ગૃહ માં કુલ 4 સ્ક્રીન આવેલી છે જેમાં 1000 દર્શકો ની બેઠક ની ક્ષમતા રહેલી છે વાઇડ એન્ગલ ના મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું જતું કે કોરોના મહામારી ના સમય માં સરકાર દ્વારા ટેક્સ માં રાહત આપવામાં આવી હતી તેમજ આ મહામારી ના સમય માં સ્ટાફ ના પગાર અને થિયેટર ની જાળવણી પાછળ રૂ દોઢ લાખ નો ખર્ચ વેઠી રહ્યા છે.વધુ માં જણાવ્યું હતું કે કોવિડ ના કારણે હાલ માં કોઈ નવું ફિલ્મ બની નથી તેમજ આગામી 15 જુલાઈ સુધી માં જો કોઈ મિટિંગ મળશે ત્યારબાદ થિયેટર શરૂ કરવામાં આવશે.

મહેસાણા ના ગોપી સિનેમા પાસે આવેલ સિને પલ્સ થિયેટર માં દર્શકોની કેપિસિટી 700ની છે તેમજ સીને પલ્સ થિયેટર માં બે સ્ક્રીન આવેલા છે મહિને 60 હજાર નું નુકશાન વેઠવુ પડી રહ્યું છે. થિયેટરો દર્શકો વિના સુના પડ્યા મહેસાણા વાઇડ એન્ગલ સિનેમા ઘર માં અગાઉ 2 જુલાઈ શરૂ થવાની ચર્ચાઓ થઈ થઈ છે જે બાદ માં મળતી માહિતી પ્રમાણે હવે આગામી 15 જુલાય સિનેમા ઘરો શરૂ કરવાનું મેનેજરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...