તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઈ:મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પી કે પટેલને માર મરાયો, ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ, ફોર્મ પરત ખેંચવાની બબાલમાં હુમલો

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના કાર્યકરોએ ધાક ધમકી આપીને તેમણે ભરેલુ ફોર્મ પરત લેવા માર મારવામાં આવ્યો - Divya Bhaskar
ભાજપના કાર્યકરોએ ધાક ધમકી આપીને તેમણે ભરેલુ ફોર્મ પરત લેવા માર મારવામાં આવ્યો
 • ભાજપના કાર્યકરોએ માર મારી 4 તોલાની સોનાની ચેન તોડી: શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ
 • મહેસાણા પ્રાંત કચેરી ખાતે ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ દ્વારા કરાયો

મહેસાણા નગરપાલિકા ચૂંટણીના મામલે આજે ફોર્મ પરત લેવા માટે છેલ્લો દિવસ હતો. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે. જેમાં આજે મહેસાણા પ્રાંત કચેરી ખાતે મહેસાણા શહેર કોંગ્રેસના પ્રમુખ પી.કે. પટેલને ભાજપના કાર્યકરોએ માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજ રોજ પ્રાંત કચેરી ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હતો તેમ છતાં પણ પ્રાંત કચેરી ખાતે આ ઘટના બની હતી.

ફોર્મ પરત લેવા માટે ધાકધમકી આપાઈ
કોંગ્રેસના પ્રમુખ પી.કે પટેલે જણાવ્યું હતું કે, આજે તેમની સાથે વોર્ડ નં 8ના ઉમેદવાર જયંતિ પટેલ હતા. તે દરમિયાન ભાજપના માથા ભારે કાર્યકર્તા કાનજી દેસાઈએ તેમના સાથે 100થી 150 જેટલા માણસો લઈને આવી ગયા હતા અને તેમણે જયંતિ ભાઈને ધાક ધમકી આપીને તેમણે ભરેલુ ફોર્મ પરત લેવા મજબૂર કરવામાં આવ્યા હતા. તેમના કહ્યા મુજબ ભાજપને હારની ચિંતા થતા ગુંડાગરડી પર આવી ગઈ છે.

100થી 150 જેટલા માણસો એ હુમલો કર્યો
વધારેમાં તેમણે જણાવ્યું હતું કે, આ લોકો અસામાજિક રીતે બિહારવાળી અહીંયા પણ કરી રહ્યા છે. BJPએ તેમના પર હુમલો કરીને તેમની 4 તોલાની ચેઈન તોડીને પછી હુમલો કરી દીધો હતો, જેમાં એમના ચશ્માં પણ તોડી નાખ્યા હતા. આ હુમલામાં 100 થી 150 જેટલા માણસો આવ્યા હતા, ત્યારે આ ઘટના બનતાની સાથે જ બહાર ઉભેલી પોલીસ પણ અંદર જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો