કરોડોની છેતરપિંડી:મહેસાણાના વેપારીને અમદાવાદના શખ્સે ગાડી આપવાનું કહી 1.98 કરોડની છેતરપિંડી કરી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડી માટે 1.98 કરોડની લોન કરવી આરોપી રફુચક્કર
  • આરોપી વિરુદ્ધ હિંમતનગરમાં પણ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઇ

મહેસાણામાં રહેતા વેપારીની ઓફિસે અમદાવાદના આવેલ એમરલ્ડ લક્ઝરી કાર એલ.એલ.પીના ડિરેક્ટર મનહર કુમાર ઠક્કર નામનો શખ્સે આવ્યો હતો. જેણે વેપારીને વિશ્વાસમાં લઈ મર્શીડીઝ કાર આપવાનું કહી બાદમાં અમદાવાદ ખાતે આવેલા આઇસીઆઇસીઆઇ બેંકમાં લોન કરાવી આરોપીએ 1.98 કરોડ રૂપિયા લઇ મહેસાણાના વેપારીને મર્સીડિઝ ગાડી ના આપતા આખરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં અમદાવાદના એમરલ્ડ લકઝરી કારના ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદીને ગાડી પસંદ આવી
મહેસાણા ખાતે રહેતા વેપારી સંજય ડાહ્યાભાઈ ચૌધરીને 2019ના સમય ગાળા દરમિયાન અમદાવાદના એમરલ્ડ લકઝરી કારના ડિરેક્ટર કનૈયા મનહર કુમાર ઠક્કર મહેસાણા ખાતે ફરિયાદીની ઓફિસે આવ્યા હતા અને ફરિયાદીએ મર્સીડિઝ ગાડી ખરીદવી છે. એવું કહેતા અમદાવાદથી આવેલા કનૈયા લાલે અમદાવાદથી પોતાની કંપની માંથી મર્સીડીઝ કમ્પનીની (S-Class 560 maybach)કાર મહેસાણા ખાતે લાવી ફરિયાદીને બતાવી હતી અને ફરિયાદીને ગાડી પસંદ આવતા ગાડી ખરીદવા તૈયારી બતાવી હતી

લોન કરી આપવાનું કહી ફરિયાદના ડોક્યુમેન્ટ મેળવ્યા
મહેસાણાના વેપારી સંજય ચૌધરીએ મર્સીડીઝ કાર ખરીદવાની તૈયારી બતાવતા કનૈયાલાલ ઠક્કર અને તેમના મેનેજર જુબિન શાપુર મિસ્ત્રી ફરિયાદી પાસે આવી કહેલ કે "તમારે ICICI બેન્ક માંથી લોન મેળવી કાર ખરીદી કરવા કહ્યું" બાદમાં કનૈયા લાલે ફરિયાદીને પોતાની કમ્પનીનું icici બેંકમાં ટાઈપ છે એમ કહી જલ્દી લોન કરાવી આપવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.અને ફરિયાદીને ડોક્યુમેન્ટ પણ મેળવી લીધા હતા.અને એક મહિનામાં ગાડી આપી દેવાનું જણાવ્યું હતું.

એક માસ બાદ ગાડી નહીં આપતા ડીરેક્ટર ગલ્લા તલ્લા કરવા લાગ્યો
અમદાવાદના ગાડીના ડીરેક્ટર મહેસાણાના વેપારી પાસે ગાડી ખરીદી કરવા લોન કરાવી આપવાનું કહી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને 29 જૂન 2019ના રોજ ફરિયાદીની 1 કરોડ 98 લાખની લોન કરવી આપી હતી અને લોનના પૈસા એમરલ્ડ લકઝરી કર્સ અમદાવાદને આપી દીધા હોવાનું જણાવી ગાડી એક માસમાં ઘરે આવી જશે એમ કહ્યું હતું.એક માસ બાદ પણ ગાડી ન આવતા ડિરેક્ટર મહેસાણાના વેપારીને અવારનવાર વાયદાઓ આપ્યા કરતો હતો તેમજ લોન થયા બાદ ફરિયાદિના ખાતા માંથી લોનના 65 લાખ 86 હજાર 638 રૂપિયા કપાત થતા ફરિયાદીએ પોતાનું ખાતું બ્લોક કરવી દીધું હતું.

છેતરપિંડી મામલે અમદાવાદના કાર ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ
મહેસાણાના વેપારીને મરસીડીઝ ગાડી ન મળતા તેઓએ અમદાવાદના એમરલ્ડ લકઝરી કારના ડીરેક્ટર કનૈયા મનહર કુમાર ઠક્કર (રહે. 9 શ્યામવિહાર બંગલોઝ, શ્રીધર ફાર્મની સામે, શીલજ રોડ, થલતેજ, અમદાવાદ) વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ 406,420 મુજબ ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...