તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:મહેસાણા ભમ્મરીયા નાળા પરની દીવાલમાં તિરાડ પડતાં જોખમી બની

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, પાલિકા અને રેલવે તંત્રને મરામત માટે રજૂઆત

ભમ્મરીયા નાળામાં પ્રવેશતા ડાબી સાઈડની દીવાલમાં તિરાડ પડતાં ચોમાસાનું પાણી તળિયામાં ઉતરી રહ્યું છે ,જેના કારણે અહીંયા ગમે ત્યારે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. છેલ્લા પાંચેક વર્ષથી આ દીવાલ જર્જરિત હાલતમાં ધીરે-ધીરે ડાબી સાઈડ નમી રહી હોય રાહદારીઓ અને વાહનચાલકો ની સલામતી માટે સત્વરે મરામત કરાવવા કલ્પેશભાઈ વ્યાસ દ્વારા મંગળવારે જિલ્લા કલેકટર, નગરપાલિકા તેમજ રેલ્વે ડિવિઝનલ મેનેજરને લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મહેસાણા શહેર 1 થી શહેર 2 તરફ જવા ભમ્મરીયા નાળા માર્ગ નું નવુ નાળુ બનાવ્યે 19 વર્ષ થયા છે ,જેમાં છેલ્લા પાંચ વર્ષથી નાળા માં પ્રવેશમાર્ગમાં ડાબી સાઈડની દીવાલમાં સળંગ ક્રેક પડેલી છે અને આ દીવાલ નમી પડી છે. અંદાજે 60 ફૂટની દીવાલ ભયજનક હાલતમાં રહી છે.અહીંયાથી રોજ નાના મોટા વાહનો પસાર થતા હોય છે.ત્યારે અકસ્માતનો ભય રહેતો હોય છે. ચોમાસામાં દીવાલની તિરાડમાં પાણી ઉતરી ભોયતળિયા સુધી જતા દીવાલને નુકસાન થઈ રહ્યું છે. જેથી વરસાદમાં નાળાને નુકસાન થઇ શકે એમ છે ત્યારે નવી દીવાલ બનાવવા કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો