ફરિયાદ:મહેસાણા વિમલ ડેરીના ટેન્કર ડ્રાઈવરને ડીઝલની એવરેજ બાબતે માર માર્યો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાની વિમલ ડેરીમાં ટેન્કર ડ્રાઈવરને ડીઝલમાં એવરેજ નથી લાવ્યો, નુકસાનનંુ લખાણ કરી આપ કહી સુપરવાઈઝર, ટ્રાન્સપોર્ટ મેનેજર સહિત 4 લોકોએ માર મારતાં તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. ઈડરના ફુવાવાના નરેન્દ્ર ઈશ્વરદાન ગઢવી વિમલ ડેરીમાં ટેન્કરના ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમને સુપરવાઈઝર દિલીપભાઈ તેમજ ટ્રાન્સપોર્ટ મેનેજર દિનેશ ચૌધરીએ બોલાવીને તું પણ ડીઝલની એવરેજ નથી લાવતો, નુકસાનનું લખાણ કરી આપ. તેથી ના કહેતા 4 શખ્સોએ લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો.

આ સમયે તેમની પત્ની સાથે મોબાઈલ ઉપર વાતચીત ચાલુ હોવાથી તેમની પત્ની પણ વિમલ ડેરી પહોંચતા મારામારી જોઈ બેભાન થઈ હતી. મહેસાણા સિવિલમાં સારવાર આપીને અમદાવાદ રીફર કરાઈ હતી. નરેન્દ્ર ગઢવીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે દિલીપભાઈ, દિનેશ ચૌધરી ગૌતમ પટેલ અને મનોજ પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...