ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુધારો લાવી ભૂગર્ભ જળને નીચા જતા રોકવાના ઉમદા આશયથી રાજ્યમાં મહેસાણા જિલ્લા સહિત 6 જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી
આ બેઠકમાં અટલ ભુજલ યોજના અંતર્ગત જન સમુદાયની સહભાગીતાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વધારવા સહિત જળ સંચયના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ બેંક અને દેશના જલ શક્તિ મંત્રાલય દ્વારા અનુદાનિત અટલ ભુજલ યોજનાનું ગુજરાતમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં ભુગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ ધરાવતા મહેસાણા સહિત 6 જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ લોકસમુદાય અને જળ વપરાશ કર્તાના સહયોગથી અમલમાં હોય તેવી જળ સંબંધિત યોજનાઓના સંકલન દ્વારા ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરવાનું છે. આ યોજનાનું અમલીકરણ ગ્રામ પંચાયત કક્ષાએ કરવામાં આવે છે.
તાજેતરમાં મળેલી બેઠકમાં મહેસાણા જિલ્લા કલેકટર અને જિલ્લા પ્રોજેકેટ મેનેજમેન્ટ યુનિટના ચેરમેન ઉદિત અગ્રવાલે દરેક ડી.આઇ.પી દ્વારા હાથ ઘરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત જિલ્લાની કચેરીના અધિકારીઓને બજેટમાંથી વોટર સિક્યોરીટીમાં સુચવેલ કામોનો સમાવેશ ખાસ કરવો. તેમજ હાથ ઘરવામાં આવતી તથા બજેટમાં આયોજિત યોજનાની વિગતો કાર્યપાલક ઇજનેર, ડી.પી.એમ.યુ મહેસાણા ( અટલ ભુજલ), યુનિટ-1 ખેરવા મહેસાણાને આપવાનું ભારપૂર્વક અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ આ યોજના ઘ્યેયને સિધ્ધ કરવા સુચારું આયોજન કરવા માટે પણ ખાસ જણાવ્યું હતુ.
આ બેઠકમાં મહેસાણા જિલ્લાના 494 ગ્રામ પંચાયત પૈકી 474 ગ્રામ પંચાયતના વોટર સિક્યોરીટી પ્લાન, અટલ ભૂજલ યોજના અંતર્ગત નિમણૂંક કરવામાં આવેલા ડિસ્ટ્રીકટ ઇમ્પીમેન્ટેશન પાર્ટનર ( ડી.આઈ. પી.) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તેના ચર્ચા- વિર્મશ કરવામાં આવ્યો હતો. આ વોટર સિક્યોરીટી પ્લાનમાં સૂચવવામાં આવેલા જળ પુરવઠા વધારવા માટે જળ સંચયના કામો અને જળ વપરાશ ઘટાડવા માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિના ઉપયોગ જેવા કામો સંબંધિત વિભાગો દ્વારા તેમના બજેટમાંથી હાથ ખૂબ ઝડપથી હાથ ઝરવા માટે પણ કલેકટરે જણાવ્યું હતું.
આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.