તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રેષ્ઠ શાળા:મહેસાણા, આંબલિયાસણ અને કહોડાની હાઇસ્કૂલની જિલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મહેસાણા શહેરની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયને એવોર્ડ
  • ત્રણે શાળાઓને શ્રેષ્ઠ શાળા એવોર્ડરૂપે રૂ.એક-એક લાખ પુરસ્કાર એનાયત

રાજ્યમાં દર વર્ષે યોજાતી જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગીતામાં વર્ષ 2020-21માં મહેસાણા જિલ્લામાં શહેરી વિભાગમાં મહેસાણાની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલય તેમજ ગ્રામ્ય કક્ષામાં મહેસાણા તાલુકાના આંબલિયાસણની સાર્વજનિક વિદ્યાલય અને ઊંઝાના કહોડા ગામની કે.એન. પટેલ સર્વોદય હાઇસ્કૂલની પસંદગી થઇ છે. એવોર્ડમાં સરકાર દ્વારા રૂ. એક-એક લાખ પ્રોત્સાહક ઇનામ અપાય છે. આ ત્રણે શાળાઓના આચાર્યને જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢ પટેલના હસ્તે પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.

શાળામાં શિક્ષણ બોર્ડની પરીક્ષાનું સારૂ પરિણામ, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક વિવિધ પ્રવૃત્તિઓ, વિશિષ્ટ સિદ્ધિઓ સાથે શાળાઓએ દરખાસ્ત કરી હતી. જે શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી, પ્રા. શિક્ષણાધિકારી, ડાયટ પ્રાચાર્યની કમિટીએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યા પછી સૂચિત માપદંડો મુજબ માર્કિંગ કરાયું હતું અને કમિશ્નર કચેરીને અહેવાલ કરાયો હતો. જે મુજબ આ ત્રણ શાળાની પસંદગી એવોર્ડ માટે થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો