કાર્યવાહી:મહેસાણા- અમદાવાદ હાઈવે પરથી 1.75 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઈ કાર ચાલક દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટ્યો

મહેસાણા અમદાવાદ હાઈવે પરથી લાઘંણજ પોલીસે 1.75 લાખ નો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી જ્યારે પોલીસને જોઈ કારચાલક દારૂ ભરેલી કાર રોડ પર જ મૂકી હસી છૂટ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરેલી જી.જે.12.સી.પી.3677 નંબરની કાર પાલનપુર હાઇવે થી નીકળી મહેસાણા અમદાવાદ હાઈવે પર પસાર થવાની હોવાની બાતમીને આધારે લાંઘણજ પોલીસે હાઇવે પર વોચ ગોઠવતા મહેસાણા તરફથી આવતી કાર પોલીસને જોઈ દૂર ઊભી રહી ગઈ હતી અને કાર ચાલક અંધારા નો લાભ લઇ નાસી છૂટ્યો હતો પોલીસે કારની અંદરથી 1.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ ભરીને અમદાવાદ જઇ રહેલા અજાણ્યા કારચાલક સામે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાસરીયા ચોકડી પરથી દેશી દારૂ લઈને જતી ઇકો ઝડપાઈ
ચિત્રોડીપુરાથી અમદાવાદ દેશી દારૂ લઈને જઈ રહેલી જી.જે.27.એ.એ.0439 નંબરની ઇકોને લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી પરથી ઝડપી કારચાલક દંતાણી વિરેન્દ્ર હિમંતભાઈ રહે ચાંદખેડા અમદાવાદને 17000 ના દેશી દારૂ સાથે ઝડપી ઠાકોર સવાજી અને ઠાકોર પ્રફુલ સવાજી તેમજ પ્રહલાદજી ઠાકોર રહે.ચિત્રોડીપુરાને વોન્ટેડ બતાવ્યા છે

અન્ય સમાચારો પણ છે...