સાયકલ રાઇડ:મહેસાણાના 50 વર્ષીય હેન્ડીકેપ સાઇકલ રાઇડરે પ્રથમ વખત 25 કલાકમાં 400 કિમી અંતર પૂરું કર્યું

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
27 કલાકમાં 400 કિલોમીટર પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આ રાઇડમાં 27 સાયક્લીસ્ટો જોડાયા હતા. - Divya Bhaskar
27 કલાકમાં 400 કિલોમીટર પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આ રાઇડમાં 27 સાયક્લીસ્ટો જોડાયા હતા.
  • ઇન્ડિયન સાયક્લ ક્લબના 27 રાઇડરો રાઇડમાં જોડાયા હતા

મહેસાણા ઇન્ડીયન સાયક્લ ક્લબ દ્વારા રવિવારે 400 કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું. માત્ર 27 પૈકી 25 સાયક્લીસ્ટોએ આ રાઇડ નિયત સમયમાં પૂર્ણ કરી હતી. રાઇડ પુરી કરનાર 25 પૈકી એક મહેસાણાના 50 વર્ષિય હેન્ડીકેપ સાયક્લીસ્ટે આ રાઇડ પ્રથમ વખતમાં જ 25 કલાકમાં પૂર્ણ કરી હતી. મહેસાણા ઇન્ડીયન સાયક્લના 20 અને અમદાવાદના 7 મળી કુલ 27 સાયક્લીસ્ટો રવિવારે 27 કલાકમાં 400 કિલોમીટરનું અંતર કાપવાનું બીડુ ઉઠાવ્યું હતું. મહેસાણાથી રાજસ્થાનના પીંડવાડા અને ત્યાંથી પરત મહેસાણા સુધીના આ 400 કિલોમીટરની રાઇડ 27 પૈકી 25 સાયક્લીસ્ટો નિયત સમયમાં આ રાઇડ પુરી કરી શક્યા હતા.

પ્રથમ વખત માત્ર 25 કલાકમાં 400 કિલોમીટરનું અંતર કાપનાર મહેસાણાના 50 વર્ષિય હેન્ડીકેપ રાઇડર નવનીતભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા એક પગે પોલીયો હોવા છતાં અગાઉ 5 વખત 200 કિલોમીટરની અને 2 વખત 300 કિલોમીટરની રાઇડ પુરી કરી ચુક્યો છું. ગત વર્ષે 400 કિલોમીટરની રાઇડમાં ભાગ લીધો હતો. પરંતુ કમનસીબે નિયત સમયમાં પુરી કરી શક્યો ન હતો. 400 કિલોમીટરની રાઇડ પુરી કરવા ડૉ.મુકેશભાઇ ચૌધરીએ મને સતત માર્ગદર્શન આપી મારૂ મનોબળને મજબુત કરવાની સાથે રાઇડ પુરી કરવાની ટેકનીક પણ શીખવી. જેને લઇ હું પ્રથમ વખત નિયત સમયમાં રાઇડ પુરી શક્યો છું.

અન્ય સમાચારો પણ છે...