કોરોના કહેર:મહેસાણા-2, બનાસકાંઠામાં 2 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાતા ઉ.ગુ.માં કુલ-494 પોઝિટિવ કેસો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિયોદરના પાલડી (મીઠી) ગામની 48 વર્ષીય મહિલા અને પાલનપુરના ખરોડિયા ગામની મહિલાને કોરોના, મોડાના ભાગોળ વિસ્તારમાં કોરોનાગ્રસ્ત મહિલાના પુત્રને કોરોના
  • વિસનગર નૂતન કોલેજના ડીન, હિટાચી કંપનીના કર્મીને કોરોના

મહેસાણા જિલ્લામાં વધુ બે કોરોનાના કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના આંક 98 એ પહોંચ્યો છે.જેમાં કડીના કરણનગરમાં આવેલ હિટાચી કંપનીની લેબમાં સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે. બીજી તરફ વિસનગર નૂતન હોસ્પિટલના ડીન કોરોનાની ઝપટમાં આવતાં મેડિકલ કોલેજમાં તેમની સાથે કામ કરતા છ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાંઆવ્યા છે.  કડીના કરણનગરમા આવેલ હિટાચી કંપનીમાં એન્વાયરમેન્ટ સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા 45 વર્ષિય પ્રોનોબકુમાર અહી કામ કરતા કર્મચારીઓનુ ટેમ્પરેચર માપવા સહિતની કામગીરી કરતા હતા.તેમનુ સેમ્પલ લેવાતાં ગુરૂવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સાથોસાથ પ્રોનોબકુમાર કોનાથી સંક્રમિત થયો તે સંબધે તપાસ હાથ ધરાઇ છે.દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે રહેતાં સંગીતાબેન દિલીપભાઈ શાહનોે રિપોર્ટ કરાવતા ગુરુવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ  આવ્યો હતો. મહિલાના પુત્રના પાલનપુરના ખરોડિયા ગામના ધનવંતરીબેન રમેશભાઇ પટણી અમદાવાદ ગયા હતા. ધનવંતરીબેન પાલનપુર આવતા લક્ષણો દેખાતાં રીપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો.

મોડાસામાં કોરોનાગ્રસ્ત મહિલાના પુત્રને કોરોના
મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં રહેતા અને મોડાસામાં કોવિડ- 19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલા કોરોનાગ્રસ્ત મહિલાના 34 વર્ષિય પુત્ર ઈરફાન ગુલામ મહંમદ સુથારને કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતાં શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 32 થવા પામી છે અને જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 111 એ પહોંચી છે. 

અન્ય સમાચારો પણ છે...