ધરતીપુત્રો રાજીના રેડ:મહેસાણા જિલ્લાના 6 તાલુકામાં મેઘો મહેરબાન, ચાર તાલુકા કોરા ધાકોર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ

મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે 24 કલાક દરમિયાન છ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. તો ચાર તાલુકા કોરા ધાકોર રહ્યા હતા. જેમાં જોટાણામાં 35 મિમી અને બેચરાજીમાં 26 મિમી વરસાદ નોંધાયો હતો. ત્યારે કડી પંથકમાં લાંબા સમય બાદ વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા.

તાપમાનનો પારો નીચે ઉતર્યો
મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘો મહેરબાન થયો હોય તેમ કેટલાક સ્થળે મન મૂકી વરસી રહ્યો છે. જેમાં 24 કલાક દરમિયાન ત્રણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. જેમાં કડી, વડનગર, વિજાપુર, જોટાણા, બેચરાજી અને મહેસાણામાં 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદ વરસ્યો હતો.

જોટાણામાં દોઢ ઇંચ વરસાદ
ચાર તાલુકામાં ઊંઝા, ખેરાલુ, વિસનગર અને સતલાસણા તાલુકાઓ કોરા ધાકોર રહ્યા હતા. જિલ્લાના બે તાલુકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો હતો. જોટાણામાં દોઢ ઇંચ વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ભરાઈ રહ્યા હતા, ત્યારે કડી બેચરાજીમાં પણ અનેક સ્થળે પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...