મેઘમહેર:ઉત્તર ગુજરાતના 35 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ સરસ્વતી-ઊંઝામાં દોઢ ઇંચ વરસાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં વાવાઝોડા સાથે જોરદાર ઝાપટું ,16 મીઅે અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં મંગળવારે સવારથી સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. જો કે, સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળોની સવારી વચ્ચે પવન ફૂંકાતાં ધૂળની અાંધી બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સોમવાર સાંજે 6 થી મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 35 તાલુકામાં મેઘમહેર થઇ હતી.

છેલ્લા 24 કલાકમાં 35 પૈકી 4 તાલુકામાં 1 ઇંચથી 1.50 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સાૈથી વધુ સરસ્વતી અને ઊંઝામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ વાવ અને બાયડ પંથકમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 11 તાલુકા અેવા રહ્યા હતા કે જેમાં અડધાથી પોણા ઇંચ સુધીનો વરસાદ, તેમજ 20 તાલુકામાં અડધા ઇંચથી અોછો વરસાદ નોંધાયો હતો. સમી સાંજે વરસાદી માહોલના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.

જેના કારણે બુધવારે ઉત્તર ગુજરાતના 76 ટકા થી વધુ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને અોરેન્જ અેલર્ટ અપાયું છે. જ્યારે ભારે વરસાદની અાગાહીના કારણે અરવલ્લી જિલ્લાને યલો અેલર્ટ અપાયું છે.

ઉત્તર ગુજરાતના 35 તાલુકામાં વરસાદ
- મહેસાણા : ઊંઝામાં 35 મીમી, વિસનગરમાં 18 મીમી, વડનગરમાં 14 મીમી, બહુચરાજીમાં 14 મીમી, મહેસાણામાં 10 મીમી, કડીમાં 9 મીમી, ખેરાલુમાં 8 મીમી, જોટાણામાં 7 મીમી, સતલાસણામાં 6 મીમી
- પાટણ : સરસ્વતીમાં 37 મીમી, રાધનપુરમાં 22 મીમી, પાટણમાં 15 મીમી, સિધ્ધપુરમાં 15 મીમી, ચાણસ્મામાં 5 મીમી, સાંતલપુરમાં 4 મીમી, હારીજમાં 1 મીમી
- બનાસકાંઠા : વાવમાં 27 મીમી, પાલનપુરમાં 12 મીમી, સુઇગામમાં 8 મીમી, વડગામમાં 3 મીમી, દાંતામાં 3 મીમી, અમીરગઢમાં 2 મીમી, થરાદમાં 1 મીમી
- સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં 13 મીમી, વિજયનગરમાં 8 મીમી, ઇડરમાં 6 મીમી, વડાલીમાં 6 મીમી, પ્રાંતિજમાં 4 મીમી, હિંમતનગરમાં 2 મીમી
- અરવલ્લી : બાયડમાં 25 મીમી, ધનસુરામાં 17 મીમી, મેઘરજમાં 12 મીમી, મોડાસામાં 11 મીમી, ભિલોડામાં 6 મીમી, માલપુરમાં 3 મીમી

અન્ય સમાચારો પણ છે...