તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:મહેસાણામાં અંગ દઝાડતી ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
  • જિલ્લામાં આરોગ્ય વિભાગ પણ એક્ટિવ બન્યું, મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાવવા કવાયત શરૂ

મહેસાણા જિલ્લામાં ભારે ગરમીના ઉકળાટ બાદ બપોરે પવન સાથે વરસાદની શરૂઆત થઈ જતી. જેમાં મહેસાણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોએ ગરમીથી રાહત અનુંભવી હતી. તો જિલ્લમાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર એક્ટિવ બન્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવાના ભાગ રૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાની શરૂઆત કરતા જિલ્લામાં પોરા નાશક કામગીરી કરવામાં આવી છે

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ

મહેસાણાં જિલ્લામાં કાળઝાળ અંગ દઝાડે તેવી ગરમી બાદ બપોર પછી મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોએ ગરમીથી છુટકારો મળ્યો હતો. આજે બપોર પછી મહેસાણા શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અનેક ગામોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર પણ એક્ટિવ બન્યું છે. ચોમાસાની ઋતુ બીમારીઓ માટે જાણીતી છે ત્યારે ચોમાસા પહેલા જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવાના ભાગ રૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાની શરૂઆત કરતા જિલ્લામાં પોરા નાશક કામગીરી કરવામાં આવી છે.

મહેસાણા માં વરસાદ નું આગમન
મહેસાણા માં વરસાદ નું આગમન

જિલ્લામાં કરવામાં આવેલી પોરા નાશક કામગીરીમાં કુલ 81 લાખ 32 હજાર 720 પાત્રોની તપાસ કરી 10 હજાર 678 પત્રોમાં પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો છે, તો 298 કાયમી પાણી ભરાઈ રહે તેવા સ્ત્રોતમાં માછલીઓ મૂકી પોરા નાશક કામગીરી કરવામાં આવી છે. વાહક રોગો અટકાવવા જંતુનાશક દવાઓ છંટકાવ સાથે ચિકનગુનિયા અટકાવવા મકાનોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે

16 હજાર થી વધુ મચ્છરદાની નું વિતરણ કરાયું
16 હજાર થી વધુ મચ્છરદાની નું વિતરણ કરાયું

16 હજારથી વધુ મચ્છરદાનીઓનું વિતરણ કર્યુ

જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવા જિલ્લામાં કુલ 16 હજાર 900 મચ્છરદાની રાજ્ય સરકાર દ્વારા મળતા 20 ગામોમાં અત્યાર સુધી કુલ 16 હજાર 293 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. આ સાથે જ જિલ્લાના વિવિધ સરકારી કે ખાનગી એકમો પર 2 હજાર 594 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...