કોર્ટનો આદેશ:મેઘાઅલીયાસણાના શખ્સને ચેક રિટર્નમાં એક વર્ષની સજા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સ પાસે પૈસા માગતા ચેક આપ્યો હતો

પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અને મેઘાઅલીયાસણા ગામે રહેતા શખ્સને ચેક રિટર્ન કેસમાં મહેસાણા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે.

મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી ન્યૂ આસોપાલવ સોસાયટીમાં રહેતા સુધાબેન અમરતલાલ દરજી પાસેથી મેઘાઅલીયાસણા ગામના રહેવાસી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીએ 20 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. સમય જતાં સુધાબહેનને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે રમેશભાઈ પાસે રૂપિયા પરત માંગતા તેમણે અલગ-અલગ રકમના ચેક લખી આપ્યા હતા. જે પૈકી 4 લાખની રકમનો ચેક રિટર્ન થતા તેમણે કેસ દાખલ કર્યો હતો.

જે અંગેનો કેસ મહેસાણાની કોર્ટમાં ચાલી જતાં જજ બી.પી મહિડાએ રમેશભાઈ ચૌધરીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...