તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Meeting Of Congress Workers And Office Bearers Held In Vijapur, Application Form Was Given To Mamlatdar On The Issue Of Petrol And Diesel Price Hike.

રજુઆત:વિજાપુરમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક મળી, પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં

વિજાપુરના હોટેલ ફાઉન્ટેન ખાતે આજે શહેર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારોની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મીટીંગ પુર્ણ કર્યા બાદ ડીઝલ પેટ્રોલ રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે મામલતદાર કચરીએ જઈને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું. આ કાર્યક્રમમાં જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતું કે, કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલા સામ્રાજ્યને તોડવા માટે લોકોને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો ઉપર ભાજપ જે રીતે હેવી થઈને પ્રજાને જૂઠું દર્પણ દેખાડે છે તે પ્રજાને સાચું દર્પણ બતાવો અને જનતાને ભાવ વધારો ત્રસ્ત લોકોને સમક્ષ જણાવો ભાજપના જુઠાણાને કારણે આજે લોકો અનેક પરેશાની ઉઠાવી રહ્યા છે

.

માનસિંહ ઠાકોરે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના કાર્યકરોએ શુષુપ્ત અવસ્થામાંથી જનતાને જાગૃત કરી તાલુકાથી મોહલ્લાહ સુધી કોંગ્રેસની સમિતિઓની રચના કરી સરકાર દ્વારા થઈ રહેલા અન્યાય સામે લડત ચાલુ કરો ગાંધીનગર ધારાસભ્ય જે.એસ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપર આકરા પ્રહાર કરી જણાવ્યુ હતુ કે, ગુજરાતની અધોગતિ તરફ લઈ જવા માટે બન્ને ને જવાબદાર ગણાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય વિરોધપક્ષના નેતા હર્ષદભાઈ પટેલ તાલુકા સદસ્ય વિરોધ પક્ષના નેતા દિનેશસિંહજી ચૌહાણ તેમજ નગર પાલીકાના પુર્વ ઉપપ્રમુખ અસપાક અલી સૈયદ તેમજ ડી.ડી રાઠોડ કાર્યાલય મંત્રી તાલુકા કોંગ્રેસ સમિતિ રાજુભાઈ દેસાઇ, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ એલ.એસ.રાઠોડ પ્રમુખ, તાલુકા કોંગ્રેસી સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહીને મીટિંગ બાદ સમસ્ત કાર્યકરોએ મામલતદાર કચરીએ જઈને પેટ્રોલ ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના મુદ્દે આવેદનપત્ર મામલતદારને સુપ્રદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...