તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:મહેસાણાના ખેરવાની આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા જિલ્લાના 23 ગામડાઓ સુધી ઉકાળાનું વિતરણ કરાયું

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસમવટી અને ઉકાળાનું ઠેર ઠેર વિતરણ કરાયું

નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખેરવા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ- તાલુકા પંચાયત મહેસાણા, તાલુકા ડેલીગેટ, જિલ્લા ડેલીગેટ, સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય અને આશાવર્કર બહેનોના સહયોગથી સમસ્ત 23 ગામોમાં કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યુ છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે જ્યાં પહેલી લહેરમાં જ એલોપેથી અને આયુર્વેદિક ઉપચાર ચાલી રહ્યા હતા તે સમયે પણ આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ અને ઉપચાર ગણા લોકો માટે સાર્થક સાબિત થયો હતો જોકે કોરોનાની બીજી લહેર વચ્ચે પણ આજ આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને ઉપચાર કરતા ખેરવા આયુર્વેદિક હોઅપીટલ ખેરવા, ગોઝારીયા, લાંઘનજ, આંબલિયાસન, જોરસંગ, જગુદણ, આખજ, કોચવા, મુલસન, મેઉ, દેવરાસણ, કડવાસણ, સાંગણપુર, સાલડી, પુનાસણ, રામપુરા, જેતલપુર, કુક્સ, રૂપાલ, હેબૂવા, જમનાપુર, તરેટી, બોરીયાવી સહિતના ગામોમાં માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

અહીં પ્રતિદિન મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ આયુર્વેદીક ઉપચાર અને ઔષધિથી સારવાર લઈ રહ્યા છે તો તાજેતરમાં ઇન્ચાર્જ વૈદ્ય રોનકગિરી ગોસાઈ અને તેમની ટીમ દ્વારા કોરોનાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ઉકાળા અને સમસમવટી સહિતની ઔષધિઓનું વિતરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...