28 તાલુકાઓમાં વરસાદ:સૌથી વધુ દિયોદરમાં 2, દાંતીવાડામાં પોણા 2 ઇંચ વરસ્યો, આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

મહેસાણાએક દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દિયોદરમાં 2 ઇંચ અને દાંતીવાડામાં પોણા 2 ઇંચ નોંધાયો હતો. રાધનપુરમાં દોઢ ઇંચ તેમજ 8 તાલુકામાં અડધાથી પોણા 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

જોકે, શનિવાર સવારથી સાંજે ચારેક વાગ્યા સુધી ઉઘાડ નીકળતાં અસહ્ય ગરમી અને ઉકળાટનો બેવડો મારનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ખેરાલુમાં 5, વડનગરમાં 2, વિજાપુરમાં 1 મીમી
પાટણ : રાધનપુરમાં દોઢ ઇંચ, હારિજમાં 15 મીમી, પાટણમાં 14 મીમી, સિદ્ધપુરમાં 11 મીમી, સાંતલપુરમાં 9 મીમી, સમીમાં 4 મીમી, ચાણસ્મામાં 3 મીમી
બનાસકાંઠા : દિયોદરમાં 2 ઇંચ, દાંતીવાડામાં પોણા 2 ઇંચ, ભાભરમાં 20 મીમી, લાખણીમાં 18, વડગામમાં 15, કાંકરેજમાં 14, ડીસામાં 13, અમીરગઢમાં 10, દાંતામાં 7 મીમી, પાલનપુરમાં 5 મીમી, સુઇગામમાં 3 મીમી, થરાદમાં 3 મીમી, ધાનેરામાં 2 મીમી
સાબરકાંઠા : પોશીનામાં 11 મીમી, હિંમતનગરમાં 9 મીમી, વડાલીમાં 3 મીમી
અરવલ્લી : મેઘરજમાં 8 મીમી, મોડાસામાં 4 મીમી

અન્ય સમાચારો પણ છે...