આગાહી:19મી નવેમ્બરે મહેસાણામાં માવઠું પડવાની આગાહી

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં ફેરફાર
  • મહેસાણામાં 15.6 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. 18મી નવેમ્બરે અરવલ્લી જિલ્લામાં અને 19મી મહેસાણામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન, સોમવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 1 ડિગ્રી ગગડ્યું હતું. ડીસા 14.6 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સાંથી ઠંડુ શહેર બન્યું હતું. મહેસાણામાં 156 ડિગ્રી ઠંડી રહી હતી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ હવાનું હળવું દબાણ રચાતાં હાલ અસર વર્તાઈ રહી છે, જેની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. પરિણામે આગામી 18મીએ એટલે કે ગુરુવારે અરવલ્લી જિલ્લામાં, જ્યારે 19મી અને શુક્રવારે મહેસાણા જિલ્લામાં હળવો વરસાદ સાથે માવઠું પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...