મહેસાણા જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ટાઉન હોલ ખાતે જિલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં PC &PNDT સેન્સીટાઇઝેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
કલેકટર એમ. નાગરાજન દ્વારા જણાવવામાં આવ્યું કે, મહેસાણા જિલ્લો આરોગ્યની સેવાઓ જિલ્લાનાં છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં હમેશા પ્રયત્નશીલ રહે છે. તેમજ આરોગ્ય ના અવનવા પ્રયોગો થકી આજે મહેસાણા આરોગ્ય વિભાગ વધુને વધુ સુવિધાઓ લોકો સુધી પહોંચાડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ દ્વારા મહેસાણા જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સારી મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય ટીમ તત્પર છે. મહેસાણા જિલ્લામાં માતા મરણનું પ્રમાણ 130 થી ઘટાડી 65 સુધી લાવવામાં આવ્યું છે તેમજ આ દર હજુ પણ 10 સુધી લઈ જવાનું આહવાન કરેલ જેના માટે સરકારી સેવાઓ ની સાથે સાથે પ્રાઇવેટ સેકટર પણ આગળ આવે તે ઈચ્છનીય છે.
ડો મહેશ ગુપ્તા ,ડો.દીલીપ ગઢવી, ડો જિગ્નેશ શાહ દ્વારા પોતાની સ્પીચ દ્વારા PC &PNDT Act. અંતર્ગત જિલ્લાના પ્રાઇવેટ ડોક્ટર્સ દ્વારા શું શું તકેદારી રાખી શકાય તેમજ જિલ્લામાં એકપણ જાતિ પરીક્ષણ જેવી અપરાધિક ઘટના ના બને તે માટે તમામ ડોક્ટર્સ દ્વારા સરકારના કાર્યક્રમમાં સહયોગ આપવો જોઈએ.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મહેશ કાપડિયા દ્વારા વર્કશોપમાં જણાવવામાં આવેલ કે મહેસાણાના છેવાડા ના માનવી સુધી આરોગ્ય ની સેવાઓ પહોંચાડવા જિલ્લા આરોગ્ય તંત્ર મહેનત કરી રહી છે. જિલ્લા માં સગર્ભા માતાઓ માટે વધુને વધુ સુવિધાઓ ઊભી રહે અને તેના માટે ઘણી પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા નજીવા ખર્ચે સોનોગ્રાફી જેવી સુવિધાઓ સરકાર સાથે મળીને આપવામાં આવી રહી છે અને આજ રીતે જિલ્લા માં માતામૃત્યું દર ઘટાડવામાં પણ પ્રાઇવેટ સેકટર સહયોગી થસે તેવી આશા છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા ડોક્ટર ઓમ પ્રકાશ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા PC &PNDT એડવાઈઝરી કમિટી મેમ્બર અને સામાજિક કાર્યકર આયશા બેન પટેલ તેમજ અમદાવાદ થી આવેલ તજજ્ઞો. ડો મહેશ ગુપ્તા-એસ.ઓ.એસ.ઓ.જી.કન્વીનર ડો.દીલીપ ગઢવી-આઈ.એમ.એ.એકક્ષ પ્રેસીડેન્ટ,ડો જિગ્નેશ શાહ-આઈ.એમ.એસ.એક્ક્ષ પ્રેસીડેન્ટ, તેમજ મહેસાણા જિલ્લાના ફોગ્સી ડૉ મુકેશ ચૌધરી તથા તમામ મહેસાણા જિલ્લા ના ગાયનેક ડોક્ટર્સ રેડિયોલોજિસ્ટ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.