નિર્ણય:યાત્રાધામ બહુચરાજી ખાતે પૂનમના દિવસે નીકળતી માતાજીની પાલખી કોરોનાના કારણે આ વખતે પણ નહીં નીકળે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતા જતા કોરોના સંક્રમણને લઈને નિર્ણય કરાયો

સમગ્ર મહેસાણા જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં એકાએક કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થતાં બેચરાજી ખાતે પૂનમના દિવસે માતાજીની પાલખી મોંકુફ રાખવામાં આવી છે. કોરોનાનું વધુ સંક્રમણના ફેલાય એ માટે બેચરાજી ખાતે પૂનમના દિવસે નીકળતી માતાજીની પાલખી આ પૂનમે નહિ નીકળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે પૂનમના દિવસે માતાજીની નીકળતી પાલખી આ પૂનમે હવે નહિ નીકળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સામે અટકાયતી પગલના ભાગ રૂપે બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરી પોષ પૂનમની રાત્રીએ નિકળનારી માતાજીની પાલખી બંધ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...