જવાનની અંતિમયાત્રા:બંગાળમાં વિજાપુરના જંત્રાલ ગામનો BSF જવાન શહિદ, પાર્થિવદેહ વતન લવાતા ગામ હિબકે ચડ્યું

મહેસાણા19 દિવસ પહેલા

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે રહેતા અને બીએસએફમાં ફરજ બતાવતા જવાન પશ્ચિમ બંગાળ ખાતે વીરગતિ પામ્યા હતા. આજે તેઓના પાર્થિવદેહને તેઓના ગામ લાવવામાં આવ્યો હતો. એ દરમિયાન સમગ્ર ગામ શોકમય બન્યું હતું.

જવાની અંતિમ યાત્રા
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે રહેતા સંજયભાઈ પોપટભાઈ પટેલ જેઓ બીએસએફમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. એ દરમિયાન પશ્ચિમ બંગાળ ખાતે ત્રાસવાદીઓ સામે લડતા તેઓ શહીદ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવાર હાલમાં ચોકમય બન્યો છે. તેમજ આજરોજ જવાનના પાર્થિવ દેહને પોતાના ગામમાં લાવવામાં આવ્યો હતો. એ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

સમગ્ર ગામ શોકમય બન્યું
ગામના જવાન શહીદ થવાથી સમગ્ર ગામ શોકમય બન્યું હતું. બીએસએફના કમાન્ડર સહિત જવાનોએ પાર્થિવ દેને સ્મશાન ખાતે લઈ જવાયો હતો અને જવાનને સલામી અર્પણ કરી હતી. તેમજ જવાનના પિતા પોપટ ભાઈએ પોતાના વીરગતિ પામેલા પુત્રને જોઈ શોકમય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...