તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાથમિક સુવિધા માટે લડાઈ:દેવગઢના સરપંચની ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો, ગામ ભૂખ હડતાળ ઉપર ઉતરશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે કોઈ કાર્યવાહી થઇ ન હોવાથી ગ્રામજનોમાં રોષ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના 600 માણસની વસ્તી ધરાવતા દેવગઢ ગામ અને બહુચરાજી તેમજ મહેસાણા જવા માટે ચડાસણા ગામમાં થઇને પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. દેવગઢના ગ્રામજનો આશરે 100 વર્ષ જેટલા સમયથી આ રસ્તાનો ઉપયોગ કરે છે. જેનું સરકાર દ્વારા અવારનવાર રિસરફેસિંગ કરવામાં આવે છે.

દેવગઢના સરપંચ પ્રકાશ પટેલે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી દેવગઢથી ચડાસણા બસ સ્ટેન્ડ જતા રસ્તા ઉપર ચડાસણા રામદેવપીરના મંદિરથી ચડાસણા બસ સ્ટેન્ડ સુધી ચડાસણા ગ્રામ પંચાયતની હદમાં અમુક વ્યક્તિઓ દ્વારા રોડની જગ્યામાં બંને બાજુ સંડાસ,બાથરૂમ, ઓટલા તથા રોડ ઉપર ઢોર-ઢોંખર બાંધી રસ્તા ઉપર ખુબજ દબાણ કરવામાં આવ્યું છે. જેથી વાહન વ્યવહારમાં તકલીફ પડવા ઉપરાંત અકસ્માત થવાનો ભય પણ રહેલો હોવાથી દબાણ દૂર કરી રોડ પહોળો કરી આપવા અરજી કરી છે. અરજી કરાયા પછી પણ આજદિન કોઈ પણ જાતનો રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે કોઈ કાર્યવાહી થઇ ન હોવાથી ત્યારે દેવગઢના સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે આગળના દિવસોમાં કાર્યવાહી નહિ થાય તો દેવગઢ ગ્રામ પંચાયત દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે સમસ્ત ગામ ભૂખ હડતાળ ઉપર ઉતરશે. જે પણ ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહે છે.

અન્ય સમાચારો પણ છે...