તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:પૂર્વ ભવમાં થોડું-ઘણું પુણ્ય કર્યું હોય ત્યારે જ મનુષ્ય ભવ મળે છે, આત્મહત્યા એક મહાદૂષણ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મ | ઉપનગર જૈન સંઘમાં આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજીનું પ્રેરણામૃત

મહેસાણા શહેરના શ્રીઉપનગર જૈન સંઘમાં શનિવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ કહ્યું હતું કે, આત્મવાદિઓ આત્માને અજર અમર માને છે. લખ્યું છે કે, યૂ તો કહતે હૈં કિ આત્મહત્યા કર લેંગે લેકિન મરકે ભી ચૈન નહીં પાયા તો કહા જાયેંગે ? આત્મહત્યાનો મતલબ એવો છે કે, જાતે પોતાના પ્રાણોનો ઘાત કરવો. જ્યારે માણસ પોતે દુઃખ, પીડા, કષ્ટ, ધોર અપમાન, અન્યાય, આબરૂ જવા નો ભય, પરીક્ષામાં નપાસ થવું અનેક અનિષ્ટ નિમિત્તોથી મનુષ્ય ઘેરાઈ જાય છે ત્યારે પ્રાણ વિનાશના અર્થમાં આત્મહત્યા કરી લે છે.

આમ તો કહેવાય છે કે પશુઓ-પંખીઓ લગભગ ક્યારેય આત્મહત્યા કરતા નથી. પશુ કરતાં બુદ્ધિ ચતુરાઈમાં બે કદમ આગળ રહેલા માનવો જ આત્મહત્યા કરતા હોય છે. માનવજાતને મળેલો આ એક અભિશાપ છે. જૈન ધર્મ શાસ્ત્રો તો મનુષ્યને સાચી સમજ આપતા કહે છે કે મનુષ્ય ભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પૂર્વ ભવમાં થોડું-ઘણું કોઈ સુકૃત પુણ્ય કર્યું હોય ત્યારે જ મનુષ્ય ભવ મળે છે. દેવ-તિયૅચ કે નારકી ના જીવો તે તે ભવમાંથી મોક્ષે જઈ શકતા નથી. એક જ માત્ર મનુષ્યમા ભવમાં જ મોક્ષ પ્રાપ્તિની સાધના થઈ શકે છે. જો દરેક મનુષ્ય મોક્ષ પ્રાપ્તિના સાધક બની જાય તો તેમને ગમે એટલા કષ્ટો આવે પણ તેઓ ક્યારેય આત્મહત્યા કરશે નહીં.

મુક્તિની સાધનામાં ધીરજ, સહીષ્ણુતા, સાચી સમજણ, ક્ષમા, અશુભ કર્મના ઉદયનો શાંતિમય સ્વીકાર, મારી જ પોતાની ભૂતકાળની ભૂલોનું પરિણામનો સદબોધ આ બધા સદગુણોની સમજ હોય તો તેને આત્મહત્યા કરવાનો વિચાર પણ ન આવે. આજના માણસની મોટી કમનસીબી એ છે કે, લાખો રૂપિયા પોતે શિક્ષણ પાછળ ખર્ચ કરવા છતાં તેને આ પ્રકારનું ધીરતા વગેરે સદગુણોનું શિક્ષણ કોઈ શિક્ષક સંસ્થામાં મળતું નથી. જ્ઞાની વેરાગી ત્યાગી વિવેકી સદગુરુ પોતે જ એક શાળા છે. એ શાળાનું શિક્ષણ લેનારને ક્યારે ય આત્મહત્યા કરવી પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...