માંગણી:માનસિંહભાઇ ઇન્સ્ટીટ્યુટ પણ દૂધસાગર ડેરીને સોંપવા કલેક્ટરને રજૂઆત કરાઈ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન ચેરમેન બાદ પૂર્વ ચેરમેનની લેખિત માંગણી
  • ડેરીની બે ખાલી બેઠકની તાત્કાલિક ચૂંટણી યોજવા રજૂઆત

એનડીડીબી સંચાલિત માનસિંહભાઇ ઇન્સ્ટીટ્યુટ મહેસાણાને બનાસકાંઠામાં ગલબાભાઇ ઇન્સ્ટિટ્યુટની જેમ દૂધસાગર ડેરીને સોંપવામાં આવે તેવો નિર્ણય કરવા સહિત 4 મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, આ મુદ્દે ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી પણ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.

દૂધસાગર ડેરીના આદ્યસ્થાપક સ્વ. માનસિંહભાઇ ચૌધરીની 102મી જન્મ જયંતીએ તેમને પુષ્પાંજલી અર્પણ કરી ડિરેક્ટર દશરથભાઇ જોશી, પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિતે કલેકટર ઉદિત અગ્રવાલ સમક્ષ 4 મુદ્દે લેખિત રજૂઆત કરી હતી. માનસિંહભાઇ ઇન્સ્ટીટ્યુટ દૂધસાગર ડેરીને સોંપવા માંગ કરાઇ હતી.

ગુજરાતની ડેરીઓ બીજા રાજ્યોમાં એકમો ધરાવતી હોઇ દૂધના સહકારી ક્ષેત્રને મલ્ટી કો-ઓપરેટીવ ક્ષેત્રમાં લઇ જવા, દૂધસાગર ડેરીને વર્ષોથી ઓએનજીસીના ગેસનો પુરવઠો મળે છે તે ઘણો ઓછો હોઇ ગેસ પુરવઠો વધારવા માંગ કરી છે. નિયામક મંડળમાં ખેરાલુ બેઠકના ડિરેક્ટરનું અવસાન થતાં, વ્યક્તિ સભાસદોની એક બેઠક ખાલી હોઇ બંને બેઠક પર ચૂંટણી યોજવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...