તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી નો સમય પૂરો થઈ રહ્યો છે ત્યારે જીવનને નવી ચેતના અને ઊર્જાથી નવપલ્લિત કરવાના પ્રયાસના ભાગરૂપે ગણપત યુનિ.માં જીના ઉત્સાહપૂર્વક વિષય ઉપર સોમ ત્યાગીજીએ વ્યાખ્યાન આપ્યું હતું. જીવન વિદ્યા પ્રેરિત મધ્યસ્થ દર્શનના વિચારને મજબૂત કરવા તેના પ્રચાર-પ્રસાર કરવા સ્થપાયેલી સંસ્થા અભ્યુદય સંસ્થાનના સ્થાપક સભ્ય અને પ્રબોધક સોમ ત્યાગીજીએ ગણપત યુનિ.ના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે જીંદગીનું સરનામું ખોટું હોય તો આપણી યાત્રા ખોટી જગ્યાએ પહોંચે છે, વિદ્યાર્થી તેના જીવનના 20 મૂલ્યવાન વર્ષો શિક્ષણ માટે આપે છે, ફી માટે આપે છે, સમય માટે આપે છે.
શક્તિ ખર્ચે છે અને પછી સફળ ન થાય તો એ પ્રશ્ન છે. એક સારો ડોક્ટર કે એન્જિનિયર ખરાબ પતિ હોઇ શકે છે. એટલે માણસ શિક્ષિત ત્યારે જ બને જ્યારે તે એક ઉમદા માણસ બને. એજ્યુકેશન એક એવું પ્લેટફોર્મ છે જેને સોલ્યુશન પૂરા પાડવાના છે જીવનને ઉત્સવની જેમ જીવવું જોઈએના વ્યાખ્યાનના સમર્થનમાં જિંદા રહેના અને જીના વચ્ચે તફાવત સ્પષ્ટ કર્યો હતો વિશેષમાં જણાવ્યું હતું કે માણસનું સંવેદનશીલ હોવું એ જીવનની સાર્થકતા માટે જીવનને ઉત્સવની જેમ જીવવા માટે સહિત બાબત પર શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા.ગણપત યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડો.મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
ગણપત યુનિ.ના પેટ્રેન ઇન ચીફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ઓનલાઇન ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે ઉત્કર્ષ એટલે માત્ર પૈસા બનાવતા નહીં પરંતુ તેનાથી ઉપર ઉઠીને ઘણું વિશેષ પ્રાપ્ત કરવુ. આ પ્રસંગે યુનિ.ના બોર્ડ ઓફ ગવર્નર્સના મેમ્બર ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ફેકલ્ટીના ડીન, વિધાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.યુનિના એક્ઝી.રજિ.અમિત પટેલ,આસિ. રજિ ગિરીશ પટેલ , પ્રો.આનંદ મંકોડિયા સહિતે કાર્યક્રમ સફળ કર્યો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.