ચાઇનીઝ દોરીનો વેપલો:મહેસાણાના લીંચ ગામે પાન પાર્લરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો, 180 રીલ જપ્ત

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નજીક આવેલા લીંચ ગામમાં પાન પાર્લરની આડમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ લાઘણજ પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે યુવક પાસેથી કુલ 180 ચાઇનીઝ દોરીના રીલ ઝપ્ત કરી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ ના તહેવારો અગાઉ જ પોલીસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.ત્યારે હાલમા અનેક સ્થળે પોલીસ રેડ મારી ચાઇનીઝ દોરી ઝડપી રહી છે.મહેસાણા ના લીંચ ગામે રહેતો રાવળ પંકજ ભાઈ પોતાની પાન પાર્લર ની દુકાનમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હોવાની બાતમી લાઘણજ પોલીસ મથક ના પી.એસ.આઈ એસ.બી.ઝાલા ને મળતા પોલીસે રેડ મારી દુકાન માં દોરી વેંચતા ઇસમને ઝડપી લીધો હતો.સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસે 180 દોરીના રીલ મળી કુલ 55 હજાર નો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...