કાર્યવાહી:લગ્નની લાલચ આપી વિસનગરથી સગીરાને ભગાડી જનાર શખ્સ ચાણસ્માના ઝીલિયાથી ઝડપાયો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વિસનગર તાલુકા મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીર વયની કિશોરીઓને કેટલાક તત્વો લલચાવીને લગ્નની લાલચો આપી ભગાડી જવાની ઘટનાઓ સામે આવે છે. જે મામલે આજે મહેસાણા એસઓજી પોલીસે આવા જ એક કેસમાં એક સગીર વયની કિશોરીને ભગાડી જતા આરોપીને ઝીલિયાથી ઝડપ્યો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા પોલીસ મથકમાં અગાઉ સગીર વયની કિશોરીનું અપહરણ કરી એક યુવક ભગાડી ગયો હતો. જેથી સગીર કિશોરીના પરિવારજનોએ આ મામલે જેતે સમયે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં મહેસાણા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા અંગે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. જેને લઈને મહેસાણા એસઓજી ટીમે આ મામલે આરોપી અને સગીર વયની સગીરાને શોધવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસે ટેક્નિકલ સર્વેલસન અને ખાનગી બાતમીદારોના આધારે માહિતી મળી હતી કે, યુવતીને ભગાડી જનારો આરોપી રાવળ રાહુલ રાજુભાઇ ભોગ બનનાર સગીર કિશોરી સાથે ચાણસ્માના ઝીલિયા ખાતે છે. બાતની મળતાં એસઓજી ટીમે ત્યાં જઇ આ આરોપીને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...