બેચરાજી ખાતે દયાનંદ કોમ્પલેક્ષ સામે હરિઓમ સ્ટીલ ફર્નિચરની બોર્ડ વાળી શ્રીજી ટ્રેડર્સ ની દુકાનમાં તેમજ શહેરમાં આવેલ સોમનાથ કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નંબર 36ના ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિગ નું કૌભાંડ ચાલતું હતું જેની જાણ બેચરાજી મામલતદાર તમેજ જિલ્લા પુરવઠા અધિકારીને થતા દોડતા થઇ ગયા હતા તેમજ આખરે તમામ ગેરકાયદેસર સમાન કબ્જે કરી ચાર દિવસ બાદ કૌભાંડ આચરનાર ત્રણ સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે.
મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના ગેસના સિલિન્ડરમાં ગેસ રિફિલિગ કરતા
બેચરાજી ખાતે આવેલ દયાનંદ કોમ્પલેક્ષ સામે હરિઓમ સ્ટીલ ફર્નિચરનું બોર્ડ લગાવી વિરલ ભુપેન્દ્ર ભાઈ કંસારા તમેજ આશિષ ભાઈ ભુપેન્દ્ર ભાઈ કંસારા ભેગા મળી ગેરકાયદેસર ઘરમાં વપરાતો એલપીજી ગેસના જથ્થો રાખી ગેસ રિફિલિગ કરતા હતા તેમજ એલપીજી ગેસના વ્યાપાર માટે રજિસ્ટ્રેશન વગર જ વેચાણ કરતા હતા સમગ્ર ઘટના પગલે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં પણ ગો ગેસ કંપની ની સિલિન્ડ હોવાનું સામે આવ્યું છે.અને આરોપીઓ ભેગા મળી મોટર વડે મોટી ગેસની બોટલ માંથી નાના સિલિન્ડર માં ગેસ ભરતા બાદમાં ગ્રાહકોને વેંચતા હતા.
દુકાનમાંથી સરકારી અને ખાનગી ગેસ સિલિન્ડર મળી કુલ 204 બોટલ જપ્ત કરી
સમગ્ર કૌભાંડમાં તપાસ દરમિયાન દુકાન માંથી સરકારી તેમજ ખાનગી કંપનીના એલપીજી સિલિન્ડરો મળી કુલ નાના મોટા સિલિન્ડરો મળી કુલ 204 નંગ માંથી 12 નંગ સિલિન્ડર એલપીજી ગેસ ભરેલા હતા જેમાંથી 192 નંગ ગેસ બોટલ કિંમત 1,68,689 તેમજ ગોડાઉનમાં તપાસ કરતા અલગ અલગ કંપનીના 350 ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા.જેની કિંમત 4,20,650 મળી કુલ 5,89,330 નો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો હતો.
મામલતદારે ત્રણ સામે ફરિયાદ નોંધાવી
સમગ્ર ગેસ રિફિલિગ કૌભાંડમાં બેચરાજી મામલતદાર ડો.જેનીસ.વી પંડ્યા એ ગેસ વેચનાર વિરલ ભુપેન્દ્ર ભાઈ કંસારા,આશિષ ભાઈ ભુપેન્દ્ર ભાઈ કંસારા તમેજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ કોન્ફિડેસ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ સામે પણ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.