તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોલ-જીમ ખૂલ્યાં, હવે ટ્યૂશન ક્લાસિસ 50 % સંખ્યા સાથે ખોલવાની મંજૂરી આપો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એકેડેમિક એસો. દ્વારા અધિક નિવાસી કલેક્ટરને રજૂઆત
  • ટ્યૂશન પર નિર્ભર શિક્ષકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું

કોરોનામાં શાળા-કોલેજો બંધ રહેતાં ટ્યૂશન- કોચિંગ ક્લાસિસ પર નિર્ભર શિક્ષકોના પરિવારો છેલ્લા 15 મહિનાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકારે હવે બજાર, મોલ, જીમ ખોલવાની મંજૂરી આપી છે ત્યારે કોરોના ગાઇડ લાઇન મુજબ 50 ટકા સંખ્યા સાથે કોચિંગ ક્લાસિસ પણ ખોલવાની મંજૂરી આપવા માંગ ઊઠી છે. જે અંગે સોમવારે મહેસાણા એકેડેમિક એસોસીએશન દ્વારા અધિક નિવાસી કલેક્ટરને રજૂઆત કરાઇ હતી.

મહેસાણા શહેરમાં સરકારી શાળામાં શિક્ષક ન હોય અને કોચિંગ કે ટ્યૂશન ક્લાસિસ પર નિર્ભર હોય એવા 35 જેટલા ક્લાસિસમાં 100 જેટલા શિક્ષકો નભી રહ્યા છે. છેલ્લા 15 મહિનાથી કોરોનાના કારણે ક્લાસિસ બંધ હોઇ આવા પરિવારોને ઘરખર્ચ, ક્લાસિસનું ભાડું ચૂકવવું, લોનના હપ્તા ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મહેસાણા એકેડેમિક એસો.ના પ્રમુખ એસ.પી. પ્રજાપતિ, મંત્રી બી.આર. પટેલ સહિત સદસ્યોએ જણાવ્યું કે, સરકારે ઓનલાઇન ટ્યૂશનની મંજૂરી આપી છે, પરંતુ ઓનલાઇન ટ્યૂશનમાં નેટવર્કની સમસ્યા સર્જાય છે.

એક જ ઘરમાં વધુ બાળકો હોય ત્યારે દરેક બાળક પાસે મોબાઇલ જોવે તથા બાળકોને દરેક વિષયનું ટ્યૂશન મોબાઇલમાં હોવાથી આંખોની સમસ્યા સર્જાવાનું જોખમ પણ છે. ત્યારે 50 ટકા સંખ્યા સાથે ક્લાસિસ ખોલવાની મંજૂરી અપાય તો ઓફલાઇન સારી રીતે ટ્યૂશન કરી શકાય. અમારી લાગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...