તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ:ખેડૂતોની પાક ધિરાણની રકમ 6 લાખ કરી વ્યાજમુક્તિ આપો

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૉન ઓટો રિન્યુ કરી ખેડૂતોની હેરાનગતિ દૂર કરો

રાજ્યના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે રૂ. 3 લાખ ધિરાણ અપાય છે, જે વધારીને રૂ. 6 લાખ કરવા તેમજ ખેતીમાં ખર્ચ, કોરોનાને ધ્યાને લઇ ધિરાણમાં વ્યાજમુક્તિ આપવા તેમજ લૉન ઓટો રિન્યુ કરી આપી ખેડૂતોની હેરાનગતિ દૂર કરવા માંગ ઉઠી છે. જિલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ દ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે કે, હાલ ખેડૂતોની જમીનની કિંમત, ખાતર તેમજ જંતુનાશક દવા અને લેબરવર્કમાં થયેલા વધારાને ધ્યાને લઇ પાક ધિરાણની રકમમાં વધારો કરવો જોઇએ. ખેડૂતો પાસેથી પાક ધિરાણમાં 7 ટકા જેટલું વ્યાજ લેવાય છે. ગત ચોમાસામાં અનિયમિત વરસાદ તેમજ શિયાળુ પાક તૈયાર થતાં આવેલી કોરોના મહામારીને ધ્યાને લઇ ગત વર્ષના ધિરાણ પેટે 7 ટકાનું વ્યાજ ખેડૂતોને ચુકવવાનું થાય છે તે માફ કરવું જોઇએ તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બેન્કો દ્વારા દેડૂતોને અપાયેલા ધિરાણ ભરવા દબાણ કરાઇ રહ્યું છે, ત્યારે લોકડાઉનમાં લૉન ઓટો રિન્યુ કરી આપવામાં આવે તો ખેડૂતોની હેરાનગતિ દૂર થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો