સ્પિડબ્રેકર લગાવવા રહીશોમાં માંગ:નાગલપુર પાટિયે બંને બાજુ સ્પિડબ્રેકર બનાવો - રહીશો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રાના અકસ્માત બાદ તંત્રનની ગતિવિધિ

મહેસાણાના નાગલપુર પાટિયાથી મુખ્ય હાઇવેને સ્પર્શતી બંને સાઇડ સ્પિડબ્રેકર લગાવવા વોર્ડ 8ના રહીશોમાં માંગ ઉઠી છે. ખાસ કરીને બે સ્કૂલ, હોટલો અને સોસાયટીઓ આવેલી હોઇ રોજબરોજ આવનજાવનના ધસારામાં હાઇવે ઉપર સતત વાહનોનની ભરમારમાં અકસ્માતનો ભય તોડાઇ રહ્યો છે. જેમાં ગુરુવારે વિદ્યાર્થિનીને અકસ્માત બાદ ટ્રાફિક પોઇન્ટ કે સ્પિડબ્રેકર શક્યતા ચકાસીને વ્યવસ્થા આયોજન માટે પદાધિકારીઓ વિચારતા થયા છે.

પોલીસ પોઇન્ટ જરૂરી
કોર્પોરેટર કાનજીભાઇ દેસાઇએ કહ્યું કે, ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, ડી.એસ.પી,પાલિકા વગેરેની સંયુક્ત બેઠક કરીને પોલીસ પોઇન્ટ બાબતે પરામર્શ કરીને વ્યવસ્થા માટે આયોજન કરાશે.

3 જગ્યાએ બમ્પ માટે રજૂઆત
દંડક વિનોદભાઇ પ્રજાપતિએ જણાવ્યુ કે, નાગલપુર પાટિયા, ડેરી અને સ્ટારલાઇન ચોકડી પાસે બમ્પ બનાવવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...