ધરપકડ:મહેસાણાની સગીરાને ભગાડી જનાર મહારાષ્ટ્રનો શખ્સ ઝબ્બે, SOG અને AHTUની ટીમે સુરતના ડીંડોલીથી ઝડપ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો

મહેસાણા શહેરમાંથી કિશોર વયની સગીરાને ભગાડી જનાર મહારાષ્ટ્રના શખ્સને એસઓજી તેમજ એએચટીયુની ટીમે સુરતના ડીંડોલીથી ઝડપી લીધો હતો. સગીરા સાથે ઝડપાયેલાં શખ્સને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝનને સોંપવામાં આવ્યો હતો.મહેસાણા શહેરની સગીરાને લલચાવી ફોસલાવીને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદના અનુસંધાને એસઓજી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.યુ.રોઝ તેમજ સ્ટાફના માણસો ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુરતના નવાગામ ડીંડોલીના ગાયત્રીનગર-1 માં રહેતાં સુરેશ મધુકર માલી(મરાઠી) મૂળ રહે. મહારાષ્ટ્રવાળાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...