ધર્મ:લાડોલના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરે 100થી વધુ શ્રીયંત્રોની મહાપૂજા અને મહાઅભિષેક

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસીય શ્રીયાગ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ તથા શ્રીયંત્રોની મહાપૂજાનું આયોજન

વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં આવેલા ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરે બે દિવસીય શ્રીયાગ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ તથા શ્રીયંત્રોની મહાપૂજાનું આયોજન કરાયું હતું. મંદિરના મહંત અશ્વિનભાઇ જાની અને આચાર્ય વિશ્વાસભાઇ જાની સહિત 21 બ્રાહ્મણો દ્વારા 100થી વધુ શ્રીયંત્રોની પૂજા કરાઇ હતી. સોમવારે શ્રીસુક્ત, પુરૂષ સુક્ત પાઠ સાથે લલીતા મહાત્રિપુર સુંદરી પૂજન કરાયું હતું. જ્યારે બીજા દિવસે મંગળવારે 50થી વધુ ઔષધિઓ અને વનસ્પતિ તેમજ દેવીના 1000 નામથી કુમકુમથી શ્રીયંત્રોનો મહાઅભિષેક યોજાયો હતો. માતા ખડગમાલા સ્ત્રોતો દ્વારા પૂજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...