તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છઠીયારડાના મહંતનો મોહભંગ:સમાધિ અવસ્થામાં દેહત્યાગ ન કરી શક્યા તો ભક્તોની ક્ષમા માગી; કહ્યું - હવે ભક્તિ છોડી દઈશ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
છઠીયારડાના મહંત શપ્તશૂનની તસવીર - Divya Bhaskar
છઠીયારડાના મહંત શપ્તશૂનની તસવીર
 • કાનૂની જે સજા હોય તે ભોગવવા તૈયાર, હવે ભક્તિ છોડી દઈશ: મહંત શપ્ત સૂન

મહેસાણા નજીક છઠીયારડા ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂને રવિવારે રાત્રે 11 વાગે સમાધિની જાહેરાત કરી હતી. તેનો નાટ્યાત્મક રીતે અંત આવ્યો હતો. રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન મંચ પર મૌન ધ્યાનમાં જીવ બેસી જશે એવું કહેનારા મહંત એક કલાક અને 20 મિનિટ થવા છતાં જીવ બેસી જવાની સમાધિ કુદરતી નહીં મળતાં છેવટે મૌન તોડીને બોલ્યા ચાર સમાધિની વાત કરી હતી. હજુ ખાડો કરી આપો સમાધિ લેવા તૈયાર છું. કુદરતી ફીલ થયું હતું, જીવ બેસી જશે પણ એવું થયું નથી. ભક્તોની માફી માગું છું અને કાનૂની જે સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે ભક્તિ છોડી દઈશ તેમ કહ્યું હતું.

મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા
મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા

સ્પ્રેડર બન્યા નથી એવો મીડિયાએ સવાલ કરતાં મહંતે કહ્યું કે, મેચમાં પણ હજારોની ભીડ થાય છે, મેં જાહેર આવવા બધાને કહ્યું નહોતું.મહંતને સવાલ કરાયો કે શું આ ધતિંગ હતું તો મહંતે કહ્યું, ના. આ કુદરત પર શ્રદ્ધા હતી. તમે જે માનો એ. સજા માટે તૈયાર છું. હવે ભક્તિ છોડી દઈશ. હજુ પણ સમાધિ માટે તૈયાર છું, ખાડો કરી દો હું સમાધિ લઈશ. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે, તે સંજોગોમાં સંકુલમાં ચિક્કાર જનમેદની ચિંતા ઉપજાવે તેવી હતી.

સંકુલને સેનેટાઇઝ કરવામાં આવશે
રાત્રે 12 વાગે પોલીસે સંકુલ બહારથી બધાને ખસેડી સંકુલની અંદર શાંતિથી હરકતમાં આવી હતી ધીરે ધીરે અનુયાયીઓ વિખેરાઇ ગયા. દરમિયાન મહંત કેટલાક સમર્થકો સાથે પ્રથમ માળે તેમના રૂમમાં ચાલ્યા હતા.ગામના તલાટીએ કહ્યું કે, કાર્યક્રમ ના કરવા પહેલાં પણ સૂચવાયું હતું. ગામમાં કોરોનાના 4 કેસ છે. આ અંગે કાલે સંકુલમાં સેનેટાઈઝર કરાશે અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરાશે.

હજુ કાર્યવાહી કરી નથી : ડીવાયએસપી
મામલતદાર રાજગોર, ડીવાયએસપી સહિતનો કાફલો રાત્રે 12-30 વાગ્યા સુધી સંકુલમાં રહ્યો હતો. ડીવાયએસપી ભક્તિબા ઠાકરે મોડી રાત્રે કહ્યું કે, હજુ કાર્યવાહી કરી નથી, આવતીકાલે જણાવીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો