વડાપ્રધાનના વતનમાં ઉજવણી:PM મોદીના જન્મદિવસ નિમિત્તે હાટકેશ્વર મંદિરમાં મહાઆરતી યોજાઈ, વડનગર રેલવે સ્ટેશને ચાની કીટલી પર 'ચાય પે ચર્ચા' યોજાઈ

વડનગરએક મહિનો પહેલાલેખક: અપૂર્વ રાવલ
પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી યોજવામા આવી
  • જ્યાં મોદી ભણ્યા એ હાઇસ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું-કાંટાળા પથ પર ચાલી PM મોદી આગળ વધ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 71 વર્ષના થયા છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનાં 20 વર્ષના જાહેર જીવનનાં તેમનાં યોગદાનને દેશભરમાં ઊજવવામાં આવી રહ્યાં છે. ત્યારે તેમના વતન વડનગર, જ્યાં તેમના બાળપણની યાદો સંકળાયેલી છે. વડનગરના હાટકેશ્વર મંદિરમાં આજે પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો સામેલ થયા હતા. વડનગર રેલવે સ્ટેશન પર પીએમ મોદી જ્યાં ચા વેચતા હતા એ ચાની કીટલી પર તેજસ્વી સૂર્યાએ ચા પીધી હતી અને ચાય પે ચર્ચા કરી હતી.

વડનગર રેલવે સ્ટેશન પર ચાય પે ચર્ચા કરવામાં આવી હતી.
વડનગર રેલવે સ્ટેશન પર ચાય પે ચર્ચા કરવામાં આવી હતી.

વડનગર રેલવે સ્ટેશન પર 'ચાય પે ચર્ચા' કરવામાં આવી
આજે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે ત્યારે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા વડનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે નરેન્દ્ર મોદીની ચાની કીટલીની મુલાકાત લીધી હતી અને ચા પણ પીધી હતી. વડનગર આવેલા તેજસ્તેવી સૂર્યાનું ઢોલનગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામા આવ્યું હતું. વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં ચાની કીટલી આવેલી છે ત્યાં જ તેજસ્વી સૂર્યાની હાજરીમાં 'ચાય પે ચર્ચા'નો કાર્યક્રમ યોજાયો હતો.

તેજસ્વી સૂર્યા દ્વારા આરતી ઉતારવામાં આવી.
તેજસ્વી સૂર્યા દ્વારા આરતી ઉતારવામાં આવી.

મહાઆરતીમાં 2000થી વધુ લોકો સામેલ થયા
વડાપ્રધાનના 71મા જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય માટે વડનગરના હાટકેશ્વર મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામા આવ્યું હતું. સાંજના આરતી સમયે અહીં 2000 જેટલા લોકો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પણ આરતીમાં જોડાયા હતા અને આરતી ઉતારી હતી.

છેલ્લાં 10 વર્ષમાં વડનગરમાં અનેક બદલાવ આવ્યા
PM મોદીના જન્મદિવસ પર વડનગરના યુવક જણાવી રહ્યા છે કે CM બન્યા પહેલા વડનગરનું ક્યાંય નામ નહોતું. જોકે CM અને PM બન્યા બાદ વડનગરનું નામ ગુંજ્યું છે. PM બન્યા બાદ વડનગરમાં મેડિકલ કોલેજ, રેલવે સ્ટેશન,રોડ, રસ્તાઓ, બસ સ્ટોપ જેવાં વિકાસનાં કર્યો કરવામાં આવ્યાં છે અને હાલમાં વડનગરવાસીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી બાળપણથી જ અનહદ જીવદયા અને પ્રકૃતિપ્રેમી
વડનગરમાં નરેન્દ્ર મોદીના એક કિસ્સાને યાદ કરતા સ્કૂલનું તંત્ર જણાવે છે કે, સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ એન.સી.સી કેમ્પમાં ગયા જતા એન.સી.સી કેમ્પનું અનુશાસન બધાને ખબર હતી વિદ્યાર્થીઓ કંપઉન્ડ ની બહાર જવાની મનાઈ હતી. એન.સી.સી કોચ અને સ્કૂલના શિક્ષક એવા ગોવર્ધન ભાઈએ જોયું હતું કે નરેન્દ્ર મોદી એક થાંભલા પર ચડેલા હતા. એ જોઈને તેઓ ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેમણે જોયું કે નરેન્દ્ર મોદી ત્યાં ચડીને થાંભલા ના તારમાં ફસાઈ ગયેલા એક કબૂતર ને કાઢવામાં નો પ્રયત્ન કરી રહ્યા હતા. આ જોઇને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો જ્યારે પક્ષીઓ બચાવીને નરેન્દ્ર મોદી નીચે ઉતર્યા ત્યારે શિક્ષકે તેમને પીઠ થાબડી હતી.

સંઘર્ષવાળું જીવન જીવી અન્ય માટે પ્રેરણારૂપ
અમે એ હાઈસ્કૂલ પહોંચ્યા જ્યાં નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો. બીએન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતો કરતાં પ્રિન્સિપાલ બાબુભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સામાન્ય સ્કૂલમાં ભણી એક સામાન્ય વ્યક્તિ સામાન્યએ નગરમાંથી આટલી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમને ઘણી ખુશી છે કે કાંટાળા પથ પર ચાલી પીએમ મોદી આગળ વધ્યા છે. એક સંઘર્ષવાળું જીવન જીવી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.

બીએન હાઈસ્કૂલની મુલાકાત.
બીએન હાઈસ્કૂલની મુલાકાત.

પીએમ મોદીની જેમ ઉંચી સિદ્ધિ પ્રાપ્ત કરીશું
પ્રિન્સિપાલ બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મોદી અનેક બાળકો માટે એક પ્રેરણારુપ વ્યક્તિત્વ છે. બાળકો પણ વિચારી રહ્યાં છેકે, જીવનમાં ભલે પીએમ ન બની શકીએ પરંતુ નરેન્દ્ર મોદીની જેમ સારું વ્યક્તિત્વ બની એક સારુ કાર્ય કરવા માગીએ છીએ અને એ થકી અમે ઉંચી સિદ્ધિ પ્રાપ્ત કરીશું.

ઉચ્ચ સિદ્ધિ હાંસલ પ્રતિજ્ઞા લેવડાવી
PM મોદીએ જે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો એ હાઈસ્કૂલમાં હર સાલ જન્મ દિવસ નિમિત્તે અવનવા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. જોકે કોરોના મહામારીના કારણે આ સાલ ગાઈડલાઈન મુજબ હાલમાં કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી, પરંતુ સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું કે આજે આપણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે શાળાના બાળકોને નરેન્દ્ર મોદી ના વિચારો અને અચરણો પોતાના આગળના ભવિષ્ય માટે ઉતારવાનું જણાવ્યું હતું અને ભણી ગણીને એક ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરીશુ એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી.

71 દિવ્યાંગોને જયપુર ફૂટ લગાવવામાં આવ્યા
71 દિવ્યાંગોને જયપુર ફૂટ લગાવવામાં આવ્યા

71 દિવ્યાંગોને કુત્રિમ અંગદાન
નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે 71 દિવ્યાંગોને જયપુર ફૂટ લગાવવામાં આવ્યા છે. જયપુર ફૂટ યુએસએ દિવ્યાંગના દરવાજા અભિયાન હેઠળ વડનગરના આસપાસના ગામોમાં દિવ્યાંગોના ઘરે જશે અને જયપુર પગ સ્થાપિત કરશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

નોટિસ બોર્ડ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી
વડનગરમાં ગામના નોટિસ બોર્ડ પર ચોક વડે નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપતો સંદેશ લખવામાં આવ્યો છે અને વડનગરના પનોતા પુત્રને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

રેલવે સ્ટેશને કાર્યક્રમો યોજાશે
રેલવે સ્ટેશને કાર્યક્રમો યોજાશે

વડનગર સ્ટેશન સાથે PMની અનેક યાદો જોડાયેલી
જ્યારે PM મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતા જતા એ દરમિયાન પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલની રિસેસ દરમિયાન અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા આવી પહોંચતા હતા. એ સમય ગાળા દરમિયાન PM બાળ કિશોર હતા. જ્યારે ટ્રેન આવતાંની સાથે કીટલી લઈને મુસાફરોને ચા આપવા ટ્રેન સુધી દોડી જતા હતા. હાલમાં પણ આ સ્ટેશન પર PM મોદી ચા વેચતા હતા એ સમયનું સ્ટેશન અને ચાની કીટલી હયાત છે.

વડનગર રેલવે સ્ટેશન.
વડનગર રેલવે સ્ટેશન.

સંઘના કાર્યકરથી લઈને વડાપ્રધાન સુધીની મોદીની સફરનું સ્ટેશન સાક્ષી બન્યું
જ્યારે PM મોદી બાળપણમાં સ્કૂલથી છૂટી વડનગર સ્ટેશન પર પિતાને મદદ કરવા પહોંચતા હતા ત્યારે પોતાનો મોટા ભાગનો સમય મોદી આ સ્ટેશન પર ચા વેચવામાં વિતાવતા હતા. PM જ્યારે ચા વેચતા હતા એ સમય ગાળા દરમિયાન ચાની દુકાન પર RSSની શાખાના લક્ષ્મણ રાવ ઉર્ફે વકીલ સાહેબ જોડે મુલાકાત થઈ હતી. એ સમયે વકીલ સાહેબ જોડે નરેન્દ્ર મોદી 8 વર્ષેની ઉંમર બાદ સ્વયંસેવક બન્યા હતા, ત્યાર બાદ સંઘથી BJPમાં જોડાયા. ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ અદા કરી અને થોડાં વર્ષમાં PM મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આ સમગ્ર સમયગાળા દરમિયાન સામાન્ય માણસથી લઈને PM સુધીની સફળ સ્ટેશન પર આવેલી ચાની કીટલી સાક્ષી બન્યું છે.

મોદી જ્યાં ચા વેચતા હતા એ ચાની કીટલી.
મોદી જ્યાં ચા વેચતા હતા એ ચાની કીટલી.

મોદી જ્યાં ચા વેચતા એ ચાની કિટલી પર્યટક સ્થળ બની
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં તેમના પિતાની ચાની કીટલી આવેલી હતી. ત્યાં બાળપણમાં ચા વેચવામાં મદદ કરતા હતા. આજે એ ચાની કીટલી એક પર્યટક સ્થળ બની ગઇ છે. ચાની કીટલીને એ જ અવસ્થામાં રાખવામાં આવી છે.

નવી ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી.
નવી ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી.

17 વર્ષ પછી વડનગર સ્ટેશન પર ટ્રેન દોડતી થઈ
વડનગરની ઓળખ હવે PM મોદી અને ત્યાં આવેલા સ્ટેશનથી થઈ રહી છે. ક્યાં વડનગરનું સ્ટેશન 17 વર્ષ પહેલાં વહેલી સવારથી સાંજ સુધી ધબકતું હતું. ત્યાર બાદ રેલવેમાં ખોટ જવાને કારણે ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. એ બાદ સત્તા બદલાતાં ટ્રેનને શરૂ કરવા સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. એ 17 વર્ષે બાદ વડનગર સ્ટેશનને ટ્રેન મળી, જે અગાઉના સમયગાળા દરમિયાન અહીં નાની-મોટી ટ્રેનો અવરજવર કરતી હતી અને ત્યાર બાદ 2021માં ફરી એકવાર વડનગરના સ્ટેશન ધમધમતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...