તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પત્નીને અશ્લીલ મેસેજ કરવા મામલે મગુના શખ્સ પર છરીથી હુમલો કરાયો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહેસાણા હાઇવે પર એપોલો એંકલેવ નજીકની ઘટના
 • હુમલો કરનારા વાલમ ગામના 2 શખ્સો સામે ફરિયાદ

વાલમ ગામના શખ્સે મગુનાના યુવકને ફોન કરી મહેસાણા હાઇવે પર એપોલો એંકલેવ નજીક બોલાવી મારી પત્નીને કેમ અશ્લીલ મેસેજ કરે છે તેમ કહી છરીના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે ગંભીર રીતે ઘવાયેલા યુવકે બી ડિવિઝન પોલીસ મથકમાં 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વાલમ ગામના પંકજ બાબુભાઇ વાલ્મિકીએ શુક્રવારે બપોરે મગુના ગામના યુગલ પ્રવિણભાઇ વાઘેલા (વાલ્મિકી)ને ફોન કરી તું મારી પત્નીને કેમ અશ્લીલ મેસેજ મોકલે છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને યુગલને મહેસાણા હાઇવે સ્થિત એપોલો એંકલેવ પાસે બોલાવ્યો હતો.

જ્યાં પંકજ રેકોર્ડિંગ સંભાળવતી વખતે અપશબ્દો બોલી રહ્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સે પોતાની એક્ટીવામાંથી છરી કાઢી હુમલો કરતાં યુગલની ડાબા હાથની આંગળીયો ઇજાગ્રસ્ત થઇ હતી. એટલામાં યુગલનો નાનો ભાઇ હિમાંશુ પણ ત્યાં આવી જઇ પોતાના ભાઇને છોડાવવા જતાં તે પણ છરીથી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બંને ભાઇઓને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરનાર શખ્સ એક્ટીવા લઇને ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત બંને ભાઇઓને ખાનગી વાહનમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો