તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાભારે તત્વો:મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલી મેકેન ફૂડ કંપનીના કર્મચારી પર હુમલો, પાંચ શખ્સોએ ઓફિસમાં તોડફોડ કરી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડને પણ ગાળો બોલી ધમકી આપી
  • મેનેજરના ટેબલ પર ધોકા પછાડતાં ફરિયાદ નોંધાઇ

મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા બલિયાસણ પાટીયા પાસે આવેલી મેકેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાંચ જેટલા ઈસમોએ ઘૂસીને સિક્યુરિટી ગાર્ડને માર મારી ઓફિસમાં પ્રવેશી તોડફોડ કરી હતી.

મહેસાણા પાસે આવેલા બલિયાસણ ગામ પાસે આવેલી મેંકેન ફૂડ ઇન્ડિયા કંપનીમાં 05 જૂનના રોજ કંપનીની દીવાલને તેમજ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના વાયરને બાજુમાં રહેતા અમુક ઈસમોએ નુકશાન પહોંચાડતા હતું. આ ઉપરાંત રાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરો ફેંકી હેરાન કરવામાં આવ્યા હતા, ત્યારે હેરાન કરનાર ઈસમોને સિક્યુરિટીના બીજા માણસોએ સમજાવી પરત મોકલ્યા હતા.

આ મામલો 05 જૂનના રોજ પત્યા બાદ 07 જૂનના રોજ ફરી પાંચ જેટલા ઈસમો બપોરે પોતાના હાથમાં ધોકા લઈને ફેકટરીના મેન ગેટના સિક્યુરિટી ગાર્ડ ઠાકોર ધનાજીને ધમકાવી ગાળો બોલી ફેકટરીની અંદર પ્રવેશી કંપનીની ઓફિસમાં ઘૂસીને માથાકૂટ કરી હતી. ત્યારે ઓફિસના મેન ગેટ પાસે ઉભેલા એક કર્મચારીએ આ હુમલાખોરોને રોકવા પ્રયાસ કરતાં આ શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો.

કર્મચારી પર હુમલો કરી ઓફિસમાં પ્રવેશી ટેબલ પર પડેલી ફાઈલો અને ટેબળો પર ધોકા મારી નુકશાન કર્યું હતું. ત્યારબાદ ઓફિસમાં આવી મેનેજરના ટેબલ પર ધોકા મારી સમાન અસ્તવ્યસ્ત કરી મુક્યો હતો. તેમજ આ પાંચ ઈસમોએ મેનેજરને ગાળો બોલી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી કંપનીના મેનેજરે હુમલો કરનાર ઠાકોર રવિંદ બીજલજી, ઠાકોર દિલીપ રમણજી, ઠાકોર પિન્ટુ જેસંગજી, ઠાકોર રાહુલ મસાજી અને ઠાકોર આશિષ કાળજી સામે લાધણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...