નિર્ણય:મહેસાણા જિલ્લામાં "મા' કાર્ડ કાઢી આપવાની કામગીરી બંધ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એજન્સીઓને કામ બંધ કરવાનો આદેશ
  • મહેસાણામાં કઢાવવા કે રિન્યુ કરાવવા આવેલાને ધક્કો

મહેસાણા સહિત રાજ્યમાં સરકાર દ્વારા ખાનગી એજન્સીઓને મા વાત્સલ્ય કાર્ડ ઇસ્યુ કરવાની અપાયેલી કામગીરી મંગળવારથી બંધ કરી દેવાતાં મા કાર્ડ કઢાવવા કે રિન્યુ કરાવવા માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો. મહેસાણા તાલુકા હેલ્થ કચેરી પાછળ કેન્દ્રમાં સવારે અરજદારો કાર્ડ કઢાવવા તો કેટલાક ત્રણ વર્ષ પૂર્ણ થતાં રિન્યુ માટે આવ્યા હતા.

જોકે, સેન્ટરના કર્મીએ આજથી કામ બંધ કરાયું હોવાનું કહેતાં અરજદારોને પાછા જવું પડ્યું હતું. જિલ્લાના સુપરવાઇઝર અકબરભાઇ સોલંકીએ કહ્યું કે, રાજ્ય કક્ષાએ નિમાયેલી કંપનીને સરકારે ઇ-મેઇલ કરી હવે કોન્ટ્રાક્ટ બંધ અંગે જાણ કરી હતી. જેથી ઓનલાઇન લીંક બંધ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...