તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:લીંચની ઉમિયા ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 વર્ષમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં 15 કલાક મત ગણતરી ચાલી
  • તમામ 16 બેઠકો ઉપર વિકાસ પેનલ જીતી, 2 બિનહરીફ થયા હતા

મહેસાણા તાલુકાના લીંચ ગામની ઉમિયા કો-ઓ. ક્રેડિટ સોસાયટીની 26 વર્ષમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં વિકાસ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં 2 મહિલા સહિત તમામ 16 બેઠકો ઉપર પી.કે. પટેલની વિકાસ પેનલનો વિજય થયો હતો. અગાઉ તેમની પેનલના બે ઉમેદવાર બિનહરીફ થયા હતા.

નાણાં ધિરધારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કુલ 4464 પૈકી 3360 સભાસદોએ મતદાન કર્યું હતું. ક્રેડિટ સોસાયટીની ઓફિસ ખાતે સોમવારે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરાઇ હતી. જે રાત્રે 11 સુધી ચાલી હતી. જેમાં સામાન્ય 14 બેઠકમાં 119 મત રદ થયા હતા અને 3247 મત માન્ય રહ્યા હતા. જ્યારે મહિલા 2 બેઠકમાં 157 રદ થયા અને 3209 મત માન્ય રહ્યા હતા. મત ગણતરીના અંતે રાત્રે 11 વાગે ચૂંટણી અધિકારી જયંતિભાઈ પટેલે પરિણામ જાહેર કર્યું હતું. જેમાં વિકાસ પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. જ્યારે પરિવર્તન પેનલની હાર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ક્રેડિટ સોસાયટીની સ્થાપનાથી સતત 17 વર્ષ સુધી પી.કે. પટેલ જૂથ સત્તામાં રહ્યું હતું. ત્યાર પછી 7 વર્ષ વિક્રમભાઈ પટેલ જૂથ સત્તામાં રહ્યું હતું. છેલ્લા બે વર્ષથી ફરી પી.કે.પટેલ સત્તા સંભાળી રહ્યા હતા. હવે આ ચૂંટણીમાં વિજય થતાં આગામી પાંચ વર્ષ માટે તેમનું જૂથ સત્તામાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...