મહેસાણા જિલ્લાના તાલુકા હેલ્થ વિઝિટર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની રિવ્યુ મિટિંગમાં સગર્ભા માતાની નોંધણી સહિતની કેટલીક કામગીરી ઓછી કરનાર વિસનગર, ઊંઝા, જોટાણા, ખેરાલુ અને સતલાસણા સહિત પાંચ તાલુકાઓને જિલ્લા વિકાસ અધિકારીએ ઠપકો આપી આ કામગીરી વધારવા સૂચના આપી હતી.
બેઠકમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કુપોષિત બાળકો દત્તક લેવા માટે પણ કહેવાયું હતું.જિલ્લા પંચાયતના કોમ્યુનિટી હોલમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયા દ્વારા જિલ્લામાં કામ કરતાં તાલુકા હેલ્થ વિઝિટર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની રિવ્યુ મિટિંગ લઈ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બાળકોને દત્તક લેવા માટે, સગર્ભા માતાઓનું પહેલી તકે રજીસ્ટ્રેશન નોંધણી કરવા, 6 મહિનામાં હાઈરિસ્ક ધરાવતી મહિલાઓને તેમાંથી બહાર કાઢવા, ઓછું વજન ધરાવતાં બાળકોને ચકાસણી કરીને સીએમટીસી સેન્ટરમાં એડમિટ કરવા સહિતની કામગીરી કરવા ઉપર ભાર અપાયો હતો. સાથે આ કામગીરી જે તાલુકામાં ખૂબ જ ઓછી જણાઈ હતી એવા વિસનગર, ઊંઝા, જોટાણા, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આરોગ્ય કર્મીઓને મીઠો ઠપકો આપી કામગીરી સુધારવા માટે પણ તાકીદ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.