ભાસ્કર વિશેષ:એરંડાના ઓછા ઉત્પાદનથી ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં ~200 થી વધુનો ઉછાળો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા યાર્ડમાં બે હજારથી વધુ બોરી એરંડાની આવક થઇ

ગત વર્ષે એરંડાના માર્કેટમાં ખેડૂતને એરંડાના મણદીઠ એવરેજ રૂ.700 ભાવ મળતો હતો,જ્યારે આ વર્ષે ઓછા ક્રોપમાં ભાવ ઊંચકાઇને બજારો ખુલતા થોડા ગગડીને ફરી રૂ.1000ની સપાટીએ આવ્યા છે.જેમાં તાજેતરમાં કોરોના હળવો થતાં ગુજરાતના તમામ માર્કેટ ખુલતાં અાવક રીએક્શન ઇફેક્ટમાં એરંડાના ભાવ ઘટીને અેવરેજ રૂ. 975 સુધી આવી ગયા હતા,જે ફરી વધીને 890 થી 1007 સુધી થયા છે.મહેસાણા માર્કેટયાર્ડમાં બે હજારથી વધુ બોરી એરંડાની આવક ખડકાઇ રહી છે.જોકે રાયડો, સોયાબીન ની સાઇડ બજારો તેજીમાં હોઇ તેની અસર એરંડામાં પડતા પ્રમાણમાં ભાવ ગત વર્ષ કરતાં સારા હોવાનું સંકેતો વેપારી સુત્રોએ વ્યકત કર્યા હતા.

મહેસાણા માર્કેટયાર્ડમાં શુક્રવારે 2600 બોરી અને સોમવારે 2211 બોરી, મંગળવારે 2587 બોરી એરડાની આવક નોધાઇ હતી.સોમવારે નીચામાં 950 અને ઉચામાં 986ના ભાવે એરંડાની વેચાવલી થઇ હતી.જે ભાવ મંગળવારે વધીને ઉંચામાં 1007 સુધી પહોચ્યો હતો. જ્યારે અજમાની આવક પણ સારા પ્રમાણમાં શરૂ થઇ છે.સોમવારે યાર્ડમાં 1100 બોરી અજમો અને મંગળવારે 1500 બોરી અજમો ઠલવાયો હતો.જોકે અજમામાં નીચામાં 500 અને ઉચામાં 2835સુધીના ભાવ પડ્યા હતા.અજમામાં ભાવમાં આટલા મોટા તફાવત અંગે વેપારી મેહુલભાઇ પટેલે કહ્યુ કે,ક્વોલીટ નબળી પડતા ભાવ નીચા વધુ છે,સારી ક્વોલીટીમાં ઉચા ભાવ પડ્યા છે.ગત માર્ચમાં વધુ ગરમીની અસરમાં ક્વોલીટી પર અસર થઇ છે.જોકે અજમાનો ક્રોપ વધુ છે અને ડિમાન્ડ પણ વધુ છે એટલે ક્વોલીટીમાં ભાવ ઉચકાયેલા રહેશે.ગત વર્ષે અજમામાં નીચા ભાવ પછી ઉચકાયા હતા,આ વર્ષે ક્રોપ વધુ છે એટલે અજમાની આવક વધશે.

અન્ય સમાચારો પણ છે...