તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લામાં દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેમજ શહેરી વિસ્તારો તો ઠીક પરંતુ હવે કોરોના સંક્રમણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો પગ પસેરો કર્યો છે. જેથી વધુ સંક્રમણ ના થાય એ માટે તમામ મોટા કાર્યક્રમો રદ કરવામાં આવતા હોય છે. જેમાં પાલોદર ગામ ખાતે આવેલ જોગણી ધામ ખાતે યોજાતો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.
પાલોદર જોગણી માતા ધામ ખાતે દર વર્ષે યોજાતો લોકમેળો આ સાલ પણ રદ્દ કરવામાં આવ્યો રહ્યો છે. જેમાં જોગણી ધામ આસ્થાનું સ્થાન હોવાના કારણે અને મેળા ના કારણે વધુ ભીડ એકત્રિત ના થાય તેની સાવચેતીના ભાગરૂપે પાલોદર ગ્રામ પંચાયતે મેળો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે માતાજીના દર્શન કરવા ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તેમજ આ સાથે મેળામાં તમામ પ્રકારની દુકાનો અને મેળામાં આવતા ચકડોર તેમજ મનોરંજનના સાધનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરંપરાગત ધાર્મિક મહત્વ ધરાવતા કાર્યક્રમો કરવામાં આવશે. આ મેળો 8 એપ્રિલથી 9 એપ્રિલના રોજ યોજાતો હોય છે જે હાલમાં રદ કરાયો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.