લોક અદાલત:11 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં લોક અદાલત યોજાશે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસ રજૂ કરી શકાશે

મહેસાણા જિલ્લામાં આગામી સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની દ્વારા અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા અદાલત, રાજમહેલ, મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તારીખ 11 ડિસેમ્બર રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસ, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ચેક રીર્ટનના કેસ, ભરણપોષણના કેસ, ફેમીલી કેસો, જમીન વળતરના કેસ, મહેસુલ તકરારના કેસ, વીજ તથા પાણી બોલ (ચોરી સિવાયના) કેસ, ભાડાના, બેન્ક વસુલાત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસ મૂકી શકાશે.

વધુમાં જે વ્યક્તિઓ પોતાના પેન્ડિંગ કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છતા હોય તો સબંધિત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો તારીખ 8 ડિસેમ્બર સુધી સંપર્ક કરી શકાશે. કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમના નિયમ-21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કાર્ટ ફી રીફંડ કરી શકાશેય

અન્ય સમાચારો પણ છે...