તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:સાઉદી અરેબીયા, સોમાલીયા સહિતના દેશોમાં તીડ નિયંત્રણની કામગીરીને લઇ ગુજરાતમાં જોખમ ટળ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિના પહેલાં જૂન-જુલાઇમાં ગુજરાત અને રાજસ્થાનમાં તીડની ચેતવણી અપાઇ હતી

ફૂડ અેન્ડ અેગ્રીક્લચર ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ નેશન દ્વારા અેક મહિના અગાઉ જૂન-જુલાઇમાં ગુજરાત અને રાજસ્થાનમાં તીડના સંભવીત આક્રમણની ચેતવણી અપાઇ હતી. જો કે, છેલ્લા અેક મહિનાથી સાઉદી અરેબીયા, સોમાલીયા સહિતના દેશોમાં તીડ નિયંત્રણની કામગીરીને લઇ ગુજરાત અને રાજસ્થાનમાં હાલ પુરતું જોખમ ટળ્યું છે. છેલ્લા અેક મહિનાથી સાઉદી અરેબીયા, સોમાલીયા, સુદાન, યમન અને ઇથોપીયામાં તીડ નિયંત્રણ માટે અોપરેશન હાથ ધરાયું હતું.

મોટાપાયે હાથ ધરાયેલા આ અોપરેશનમાં મોટાભાગના તીડના ઝુડનો નાશ કરાયો છે. જેને લઇ ચાલુ સાલે ચોમાસામાં ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાં તીડ આક્રમણનું જોખમ ટળ્યું છે. અેક મહિનાના અોપરેશન બાદ ગત તા.21 જૂનની સ્થિતિઅે હાલમાં સોમાલીયા અને ઇથોપીયાના કેટલાક વિસ્તારોમાં તીડ ઇંડા અવસ્થા અને બાળ અવસ્થાઅે જોવા મળ્યા હતા.

તીડ નિયંત્રણ માટે ઉ.ગુ.માં 4 વાહનો ફાળવાયા
ગત વર્ષે તીડ અાક્રમણને લઇ ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. ચાલુ સાલે ફરીથી અા સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તીડ નિયંત્રણ માટે રાજ્યમાં 9 વાહનો ફાળવવામાં અાવ્યા છે. જે પૈકી 4 વાહનો ઉત્તર ગુજરાતમાં ફાળવાયા છે. જેમાં 2 વાહન બનાસકાંઠા અને 2 વાહન પાટણ જિલ્લામાં ફાળવાયા છે. વાહનો પર લગાવેલા સ્પ્રેયર દ્વારા છંટકાવ કરી તીડ પર કાબુ મેળવી શકાશે. તેમજ અા વાહનો કોઇ પણ પ્રકારના રસ્તાઅો પર દોડી શકે છે.

ગત વર્ષે ગુજરાતમાં તીડ ઘૂસ્યા હતા
ગત વર્ષે ગુજરાતમાં થયેલા તીડ આક્રમણને કારણે બનાસકાંઠા,કચ્છ ઉપરાંત મહેસાણા, અમદાવાદ,સુરેન્દ્રનગર સાબરકાંઠા સહિતના જિલ્લાઓ સુધી તીડ ઘૂસ્યા હતા.જેને લઈ નુકસાન પહોંચ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...