ચોરી:કડીના થોળમાં 2 બંધ મકાનમાં તાળાં તૂટ્યાં, 15 હજારની ચોરી

થોળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ચોરીમાં જાણભેદુ સંડોવાયાની ગામલોકોને શંકા

કડીના થોળમાં પંચાયતની સામે મુખ્ય રોડ ઉપર આવેલા મોચીવાસમાં ચૌહાણ મનુભાઈ આત્મારામભાઇ જે હાલ અમદાવાદ રહે છે અને થોળ બેંકમાં ફરજ બજાવે છે. જેઓ 12 તારીખે સાંજે પોતાનું મકાન બંધ કરી ને અમદાવાદ ગયા હતા.

અને નિત્યક્રમ મુજબ સવારે 8 વાગે ઘેર થોળ આવતા મકાનની જાળી ખુલ્લી જોતા લોક પણ તૂટેલું જોવા મળતા ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં ઘરમાં તપાસ કરતા કબાટ તૂટેલું જોવા મળતા બાવલુ પોલીસ ને જાણ કરતાં પોલીસે તપાસ કરતા અંદાજે 15000 રૂ. જેવી રકમ અને ચાંદીના સિક્કા ચોરાયાનું માલુમ પડ્યુ હતુ. ત્યારબાદ સોનીવાસમાં રહેતા પટેલ ભીખાભાઈ શંભુભાઇ પટેલ ના મકાનના તાળા તાોડી તસ્કરો ત્રાટક્યા હતા ઘરમાં કોઈ કીમતી ચીજ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...