તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:કડી તાલુકાના આદુંદરા ગામે ચુડવેલનો ઉપદ્રવથી સ્થાનિકોને હાલાકી, ગંદકી દૂર કરી કાર્યવાહી કરવા માગ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસરી,ઘરમાં અને રસ્તા ઉપર ચુડવેર ઉપદ્રવ વધતા સ્થાનિકો હેરાન પરેશાન થયા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામે પ્રભુપરા વિસ્તારમા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ચોમાસાની સિઝનમાં ચુડવેલ જોવા મળે છે પરંતુ આદુંદરા ગામે પ્રભુપરા વિસ્તારમા ચુડવેલનો ખુબ જ ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોના ઘરમાં ,ઓસરીમાં અને રસોડામાં પણ ચુડવેલનો ઉપદ્રવ હોવાથી હાલાકી પડી રહી છે.

આદુંદરા ગામે પ્રભુપરા વિસ્તારમા છેલ્લા બે વર્ષથી દર ચોમાસાની સિઝનમાં ચુડવેલનો ઉપદ્રવ જોવા મળે છે. જેમાં પ્રભુપરા વિસ્તાર મા રહેતા અમરતભાઈ પટેલના તો આખા ઘરમાં ચુડવેલએ આતંક મચાવ્યો છે. તેમના આખા ઘરમાં ચૂડવેલનો ઉપદ્રવ હોવાથી અમરતભાઈ અને તેમના પરિવારને રહેવા જમવા,સુવા તેમના મોટાભાઈના ત્યાં જાય છે.

બીજી તરફ પ્રભુપરા વિસ્તારમાં બીજાના ઘરમાં પણ ચુડવેરના ઉપદ્રવથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે આસપાસમાં ઉકરડા અને ગંદકીને કારણે ચુડવેરનો ઉપદ્રવ વધ્યો છે. તંત્ર દ્વારા સત્વરે ગંદકી દૂર કરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...