કાર્યવાહી:મહેસાણામાં એક્ટિવા પર ચોરીની મોટર વેચવા નીકળેલા ત્રણ તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 30 હજારની મોટર, એક એક્ટિવા અને 52 હજાર રોકડા કબ્જે કર્યા
  • હેડુઆ પીકઅપ સ્ટેન્ડ પાસે એક્ટિવા સાથે 3 ચોરો ઉભા હતા

મહેસાણા શહેરમાં એક્ટિવા પર ચોરી કરેલી મોટરને વેચવા નીકળેલા ત્રણ તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે હેડુઆ પાસે ત્રણ ઈસમો ચોરીની મોટર વેચવા ઉભા છે, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હેડુઆ પીકઅપ સ્ટેડ પાસેથી GJ18CA0270 નંબરની એક્ટિવા પર ચોરી કરેલી મોટર વેચવા માટે નીકળેલા ઠાકોર રોહિત, રાઠોડ ચંદનજી, ઠાકોર કરણજીને ઝડપી લીધા હતા.

પોલીસે તપાસ દરમિયાન ચોરીની 80 કિલોની રૂ. 30 હજારની મોટર, એક એક્ટિવા અને 52 હજાર રોકડા કબ્જે કર્યા હતા. તેમજ પૂછપરછ દરમિયાન તસ્કરોએ અગાઉ પણ પોતાના સાગરીત સાથે મળીને મહેસાણા શહેર બી ડિવિઝન અને મહેસાણા તાલુકા વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ ચોર ટોળકીના એક સાગરીત ઝાલા નિખિલને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...