તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિસનગર, ખેરાલુ અને વિજાપુરના બિન અનામત લાભાર્થીઓનો લોન કેમ્પ યોજાયો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પસંદગી સમિતિમાં ઇન્ટરવ્યૂ બાદ લોન મંજૂરી માટે રાજ્ય કમિટીમાં મોકલાશે

બિન અનામત આર્થિક વિકાસ નિગમ દ્વારા કોરોના મહામારીમાં 7 મહિના બાદ ફરી લોનકેસ શરૂ કરાયા છે. જેમાં મહેસાણા જિલ્લા સ્તરીય પસંદગી સમિતિની બેઠકમાં વિસનગર, ખેરાલુ અને વિજાપુરના કુલ 165 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સાથે ઇન્ટરવ્યૂ પૂર્ણ કરાયા છે. જેમાં મંજૂર ઉમેદવારોની લોન માટે રાજ્ય સમિતિમાં ભલામણ કરવામાં આવશે તેમ જિલ્લા મેનેજરે જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લા બિન અનામત આર્થિક વિકાસ નિગમ કચેરી ખાતે બે દિવસ દરમ્યાન વિસનગરના 73, ખેરાલુના 8 તેમજ વિજાપુરના 84 ઉમેદવારોએ લોન સહાય માટે કરેલી અરજી અન્વયે ડોક્યુમન્ટ વેરીફીકેશન કરાવ્યા હતા. જિલ્લા પંસદગી સમિતિ દ્વારાઆ ઉમેદવારો વ્યવસાય કરવા પાત્ર છે કે નહિ તે અંગે ઇન્ટરવ્યુ લઇને ચકાસણી કરાઇ હતી.જેમાં ડોક્યુમેન્ટ ચકાસણી બાદ પંસદ કરાયેલ ઉમેદવારોના લોન સહાય કેસ રાજ્યકક્ષાએ મોકલાશે.તા.20મીએ વડનગર, ઊંઝા અને સતલાસણાના ઉમેદવારો માટે લોનસહાય કેમ્પ જિલ્લા પંસદગી યોજાશે.તેમ જિલ્લા મેનેજર વી.એસ.પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો